અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દિલ્હીની મુલાકાતે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વાઈબ્રંટ ગુજરાતની તૈયારીઓનું પ્રેઝનટેશન રજૂ કરશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ઉદ્યોગ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ પણ દિલ્હી જવાનાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં 10 થી 13 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ વાઈબ્રંટ ગુજરાત સમિટ યોજાશે. જેમાં અમેરિકા પણ કંટ્રી પાર્ટનર છે. જેને હવે ત્રણ મહિના જ બાકી રહ્યા છે. ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.