નલિયામાં ઠંડીનો પારો આઠ ડિગ્રી પર પહોંચી ગયો છે. ગાંધીનગરમાં 12.2 અને ડિસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં 14.1, કેશોદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભૂજમાં 14.7, અમરેલીમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે હિમ વર્ષાથી ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન પાંચ ડિગ્રી ગગડ્યું છે. તો હવામાન વિભાગે ઉત્તર ભારમાં આજથી કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરી છે.
હિમાચલ પ્રદેશ,ઉત્તર પ્રદેશ,પંજાબ સહિતના ઉત્તર ભારતના અનેક સ્થળો પર આજથી કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુ-કશ્મીરમાં પણ ભારે હિમ વર્ષાથી દાલ લેક અને પાણી પૂરવઠાની અનેક લાઈનો ઠંડીમાં થીજી ગયા છે.
ગુલમર્ગમાં ઠંડીનો પારો માઈનસ 7.2 ડિગ્રી, કાઝિગુંડમાં ઠંડીનો પારો માઈનસ પાંચ ડિગ્રી, કુપવાડામાં ઠંડીનો પારો 4.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.