ગાંધીનગર: કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, સૂત્રોએ દાવો કર્યો હતો કે કોગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને ફરી ગુજરાત કોગ્રેસના પ્રમુખ બનાવાઇ શકે છે. કોગ્રેસના કેન્દ્રિય નેતૃત્વએ ભરતસિંહને પ્રદેશ પ્રમુખ બનાવવાનું મન બનાવ્યું છે.  


સૂત્રના જણાવ્યા અનુસાર, જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહી બને તો કેન્દ્રિય કોગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. ભરતસિંહ સોલંકી અગાઉ બે વખત ગુજરાત કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. 2006થી 2008 અને 2015થી 2018 સુધી ભરતસિંહ કોગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે.


2015ની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોગ્રેસને સારુ પરિણામ મળ્યું હતું. ભરતસિંહના નેતૃત્વમાં 2017ની ચૂંટણીમાં કોગ્રેસને 78 બેઠકો મળી હતી.


2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 78 બેઠકો મળી હતી. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ ભરતસિંહને કમાન સોંપવાનું મન બનાવી લીધનો સૂત્રોએ દાવો કર્યો હતો. જો ભરતસિંહ સોલંકી પ્રમુખ નહિ બને તો કેન્દ્રીય કોંગ્રેસમાં સ્થાન મેળવી શકે છે. પ્રમુખપદ માટે ભરતસિંહ સોલંકી પણ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.


Gujarat Corona Update: 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, લાંબા સમય બાદ એક દર્દીનું મોત


ગાંધીનગર: રાજ્યમાં ઘણા દિવસો બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ  લીધો છે.  ભરૂચમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.  24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં વિસ્તારમાં એક કેસ નોંધાયો છે. 


કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ એક્ટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી છે. મહેસાણામાં  નવા 16 કેસ નોંધાયા છે.  રાજકોટમાં કોરોનાના 19, સુરતમાં 18 કેસ નોંધાયા છે. અમરેલીમાં ત્રણ, ભાવનગરમાં બે અને વડોદરામાં કોરોનાના વધુ છ કેસ સામે આવ્યા છે.  


ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા નોંધાયો છે. તેમજ આજે 69 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 916 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 69 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 817 લોકોને રસી અપાઈ છે.


કોરોનાની સારવાર માટે આ દવાઓનો ઉપયોગ ન કરો, પ્લાઝમા થેરાપીથી પણ બચવાની સલાહ, કેન્દ્રએ જારી કરી નવી માર્ગદર્શિકા


ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્ર દ્વારા કોરોનાને લઈને અનેક પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી રહી છે. માર્ગદર્શિકા જણાવે છે કે જ્યાં સુધી બેક્ટેરિયલ ચેપની ક્લિનિકલ શંકા ન હોય ત્યાં સુધી એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ