Manhar Patel Letter: કોંગ્રેસ નેતા અને પાટીદાર સમાજના અગ્રણી મનહર પટેલનો એક પત્ર અત્યારે ખુબ જ ચર્ચામાં આવ્યો છે, મનહર પટેલે પાટીદાર સમાજના યુવાઓને ઉલ્લેખીને પાટીદાર સમાજના અગ્રણીઓને આ પત્ર લખ્યો છે, જેમાં કહેવાયુ છે કે, અત્યારે નકલીનું ચલણ વધી ગયુ છે, અને સમાજના યુવાઓ નકલી નકલી કરીને આગળ વધવાનો રસ્તો અપનાવી રહ્યાં છે, તે ગુનાહીત પ્રવૃત્તિઓમાં સંડોવાઇ રહ્યાં છે તે ગંભીર બાબત છે. મનહર પટેલે પત્ર લખીને સમાજના અગ્રણીઓને જણાવ્યું છે કે, નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો વધુ જોવા મળ્યા છે, સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર છે. પત્રમાં તેમને ઉલ્લેખ કરતાં કહ્યું કે, સમાજના યુવાનોમાં પ્રસરી રહેલી ગુનાહિત માસિકતા અંગે ચિંતા છે, ડૂપ્લિકેટ અધિકારીઓના કેસમાં પકડાયેલા આરોપીઓમાં 50 ટકા પાટીદાર યુવાનો હોવાનો પણ મનહર પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે.


પાટીદાર નેતા મનહર પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આ પત્રને શેર કર્યો છે, જેમાં તેમને જણાવ્યુ છે કે, પાટીદાર સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર વિષય છે. નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો જોવા મળ્યા છે. વધુમાં કહ્યું કે, પાટીદાર આગેવાન તરીકે મે સમજના આગેવાનોને પત્ર વ્યક્ત કર્યો છે. ગુનાહિત માનસિકતા, ટૂંકા રસ્તાની માનસિકતા યુવાનોમાં પ્રવેશી રહી છે. ભૂતકાળમાં આવા ગુના પાટીદાર સમાજમાં બનતા જ નહતા.


મનહર પટેલે વધુમાં આ પત્રમાં લખ્યુ કે, માયાળુ, પ્રતિષ્ઠાવાન, સેવાભાવી, મહેનતુ પાટીદાર સમાજ છે. ચિંતા વ્યક્ત કરતા મે સમાજના તમામ મોભીઓને પત્ર લખ્યા છે. પાટીદાર સમાજે બંધન બનાવવુ પડશે. પાટીદાર સમાજ એક બંધારણ બનાવે અને તમામ બંધારણને અનુસરીને સમાજમાં રહીએ.






-