અમદાવાદઃ આજે ધુળેટીના દિવસે કોંગ્રેસ ગુજરાતની વધુ છ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. ગઈકાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, મનમોહસિંહ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ સાથે જ રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ આ હેઠકમાં સામેલ થયાં હતાં. બેઠકમાં કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારના નામ નક્કી કર્યા છે. એક સીઈસીની બેઠક મળશે, ત્યારબાદ 28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. આ માહિતી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આપી છે.

આજે જાહેર કરવામાં આવનાર 6 સંભવીત ઉમેદવારના નામ લગભગ નક્કી છે, જેમાં કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરી, ગાંધીનગર બેઠક પર સી.જે.ચાવડા, નવસારી બેઠક પર ધર્મેશ પટેલ, બારડોલી બેઠક પર તુષાર ચૌધરી, પંચમહાલ બેઠક પર વી.કે.ખાંટ, દમણ લોકસભા માટે કેતન પટેલનો સમાવેશ થાય છે.



તમને જણાવી દઈએ કે, આ પહેલા કોંગ્રેસે ઉમેદવારનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું હતું, તેમાં ગુજરાતના ચાર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં (1) અમદાવાદ વેસ્ટથી રાજુ પરમાર. (2) આણંદથી ભરતસિંહ સોલંકી. (3) વડોદરાથી પ્રશાંત પટેલ અને (4) છોટા ઉદેપુરથી રણજીત રાઠવાનું નામ જાહેર કર્યું હતું.