Vadodara: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ મામલો વધુ ગરમાયો છે. સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સ્વામીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું હતું કે ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.
દર્શન સ્વામીએ કહ્યું હતું કે મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.
વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરની સુરક્ષામાં બે SRPની ટુકડી, પાંચ ડિવાયએસપી, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તે સિવાય અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો. ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પણ સુરક્ષા વધારાઇ છે.
ગઇકાલે સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.
ડો.સંત વલ્લભ સ્વામીએ કહ્યું કે, સાળંગપુર મંદિર ખાતે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના આંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો