રાજ્યમાં આજે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કુલ 37 નવા કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આજે અમદાવાદ જિલ્લામાં 01, જામનગર શહેરમાં 01 અને વડોદરા શહેરમાં 01 નવો કેસ નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. મહત્વનું છે કે, આજે અમદાવાદ શહેરમાં કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે.
આ સાથે રાજ્યમાં આજે કુલ 15 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 9, ગાંધીનગર શહેરમાં 1, વડોદરા જિલ્લાનો એક દર્દી મળી કુલ 15 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હવે 147 એક્ટિવ કેસ છે, કુલ 2 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 145 દર્દીઓ હાલ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13, 416 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો 10944 પર પહોંચ્યો છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો, આજે રાજ્યમાં આજે કુલ 11,399 દર્દીઓનું રસીકરણ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,81,69,178 લોકોનું કોરોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતાં માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
અમદાવાદઃ કોરોનાની ત્રીજી લહેર બાદ ફરીથી અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદી પ્રમાણે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા NID કેમ્પસમાં મોટા પ્રમાણમાં એક સાથે કોરોના કેસ નોંધાતા કેમ્પસના બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.