ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1073 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 23 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,815 એક્ટિવ કેસ છે, જ્યારે 49,405 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 66,777 પર પહોંચી છે, જ્યારે 14,815 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટમાં 3, જુનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1, પાટણમાં 1 મળી કુલ 23 લોકોના મોત થયા હતા.

સુરત કોર્પોરેશનમાં 187, અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરતમાં 50, જામનગર કોર્પોરેશમાં 45, અમરેલીમાં 30, કચ્છમાં 27, ભાવનગર કોર્પોરેશનમાં 26 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1046 દર્દી સાજા થયા હતા અને 24,374 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 8,79,213 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પ્રવાસીઓની પસંદગીના આ રાજ્યમાં આવતાં લોકોએ ફરજિયાત 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઈન, જાણો વિગત

રામ મંદિર ભૂમિ પૂજનઃ  મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી