અમદાવાદઃ રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રિજનલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. કોરોનાના વેક્સીનેશન માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં સેન્ટર બનાવાયા છે. આ મુખ્ય 6 સેન્ટર પરથી જિલ્લાઓમાં રસી મોકલવામાં આવશે. 16 તારીખથી દેશમાં ઐતિહાસિક રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાનો છે. ત્યારે ગુજરાતમાં આ અભિયાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ગુજરાતમાં વેક્સિનનો પ્રથમ જથ્થો આજે આવી જશે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલના વેકસીન સ્ટોર મેનેજર એરપોર્ટ પહોંચ્યા છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીને વેકસીનનો જથ્થો મેળવવામાં આવશે. અમદાવાદનો જથ્થો સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, અમદાવાદ મનપા અને અમદાવાદ શહેરી વિસ્તારમાં પહોંચાડવામાં આવશે.

15 લાખથી વધુ ડોઝ એયરપોર્ટ પર ઉતારવામાં આવશે. મંત્રી, ધારાસભ્યો કે સાંસદોને પહેલા રસી આપવમાં નહીં આવે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટ કરી દીધું છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર હવાઈ માર્ગે વેક્સિન આવશે. તો સુરતમાં રસી પુણેથી બાયરોડ આવશે.

અશ્વિને ક્યા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને ચોપડાવીઃ ભારત આવીને જો, તારી કરીયર ના પતાવી દઉં તો કહેજે.......

દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટમાં ભારતનો કેટલામો છે ક્રમ, કોણ છે પ્રથમ જાણો વિગતે