ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 380 કેસ નોંધાયા છે જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે અને 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6625 પર પહોંચી છે અને મૃત્યુઆંક 396 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી માત્ર અમદાવાદમાં 291 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 16, સુરત 31, ભાવનગ- 6, આણંદ-1, ગાંધીનગર-4, પંચમહાલ 2, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-2, ખેડા-1, જામનગર-1, સાબરકાંઠા-1, મહિસાગરમાં 2 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 28 મોતમાંથી અમદાવાદમાં 25, ગાંધીનગર 1, સાબરકાંઠા- 1 અને વડોદરામાં 1 મોત સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 296 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ 6625 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 4703 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1500 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95191 ટેસ્ટ થયા જેમાંથી 6625 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.