નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોએ છઠ પૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. DDMA એ આ સંબંધિત ઔપચારિક આદેશ જારી કર્યો છે. આદેશમાં જાહેર સ્થળો, મેદાન, મંદિરો અને ઘાટ પર છઠ પૂજાના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


DDMA એ લોકોને ઘરમાં પૂજા કરવાની અપીલ કરી છે. આ સાથે જ તહેવારોની સિઝનમાં મેળા, ખાદ્ય પદાર્થો, ઝૂલા, રેલીઓ, સરઘસ વગેરેને પણ મંજૂરી આપવામાં આવશે નહીં. DDMA નો આ આદેશ 15 નવેમ્બર સુધી અમલમાં રહેશે.


કેજરીવાલ સરકાર જોખમ લેવા માંગતી નથી


તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. દિલ્હીમાં હજુ પણ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે હવે સંખ્યા ઘણી ઓછી છે, પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી.


છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોનાથી કોઈ મોત નહીં


દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 22 લોકો સાજા થયા છે. સારી વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં કોઈ કોરોના દર્દીનું મોત થયું નથી. રાજધાનીમાં અત્યાર સુધીમાં કોરોનાના 14 લાખ 38 હજાર 821 કેસ નોંધાયા છે, જેમાં 25 હજાર 87 લોકોના મોત થયા છે. હાલમાં 392 લોકોની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે.


દેશમાં કોરોના સ્થિતિ


India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ બે દિવસ સુધી ઘટ્યા બાદ ફરી વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ અને 311  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,77,020 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,161 નવા કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.  


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



 



  • કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 39 હજાર 980

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 14 હજાર 898

  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 77 હજાર 020

  • કુલ મોતઃ 4 લાખ 48 હજાર 0652