શહેર | પોઝિટિવ કેસ | મોત | દર્દી સાજા થયા |
અમદાવાદ | 25 | 03 | 02 |
વડોદરા | 9 | 00 | 00 |
રાજકોટ | 10 | 00 | 00 |
ગાંધીનગર | 09 | 00 | 00 |
સુરત | 09 | 01 | 02 |
ભાવનગર | 06 | 02 | 00 |
કચ્છ | 01 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 00 |
મહેસાણા | 01 | 00 | 00 |
પોરબંદર | 01 | 00 | 00 |
કુલ આંકડો | 73 | 06 | 04 |
Coronavirus: અમદાવાદમાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 73 થઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2020 10:30 AM (IST)
રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 26 કેસ પોઝીટીવ નોંધાયા છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદીઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે. આજે પણ અમદાવાદમાં કોરોનાના 2 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં આ નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 26 થઈ ગઈ છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 73એ પહોંચી ગઈ છે.
આ પહેલા ગઈકાલે સુરતના રાંદેર વિસ્તારમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાયો હતો. રાજકોટમાં પણ ગઈકાલે કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 25 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો ગઈકાલે રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. રાજ્યમાં 33 કેસ લોકલ સંક્રમણના કારણે નોંધાયા છે. પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું હતું. ભાવનગરના મોટાખુટવડા ગામની 45 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. સુરતથી આવેલા સંબંધીના સંપર્કમાં આવ્યા બાદ મહિલાને ચેપ લાગ્યો હતો. ભાવનગરમાં કોરોનાથી અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.
ભાવનગરમાં કોરોનાના પાંચ નવા પોઝિટીવ કેસ આવતા પ્રશાસન હરકતમાં આવ્યું છે. વડવા રાણીકા, ઘોઘા રોડ, શિશૂ વિહાર અને જેસર વિસ્તારમાં રહેતા પાંચ લોકોને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં લોકોમાં ચિંતા વધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -