Gujarat News: ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી(રેરા)એ ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતે સીલ કરીને રૂ52 લાખની વસૂલાત કરી છે. ગ્રેટર નોએડામાં એક રેસિડેન્સિયલ સ્કિમ સમય મર્યાદામાં પૂર્ણ નહી કરનાર બિલ્ડર ગૃપ સામે રેરાએ કાર્યવાહી હાથ ધરી છે. મુનાફ પટેલ આ બિલ્ડર ગૃપમાં ડાયરેક્ટર હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.


શું છે મામલો


દિલ્હી નજીક નોએડામાં ગ્રેનો વેસ્ટના સેક્ટર 10માં બિલ્ડર ગૃપ 'પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા 'વન લીફ ટ્રોય' નામથી રહેણાંક સ્કિમ મુકવામા આવી હતી. આ સ્કિમને પુર્ણ થવામાં વિલંબ થતાં તેમા મકાનો બુક કરાવનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશ રેરાએ બિલ્ડરોને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો તેમા છતાં પણ સ્કીમ સમયસર પૂર્ણ નહી થતા હવે ગ્રેટર નોએડા જિલ્લા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટ જારી કર્યુ છે જે અંતર્ગત પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ.10 કરોડની વસૂલાત કરવાની છે. દાદરી તાલુકા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટના આધારે રિકવરીની કાર્યવાહી શરૃ કરી દીધી છે.


આ બિલ્ડર ગૃપમાં ક્રિકેટર મુનાફ પઠાણ પણ ડાયરેક્ટર છે જેના પગલે મુનાફ પટેલના નોએડા અને ગુજરાતમાં આવેલા બે બેંક ખાતે સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમાથી રૂ.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. મુનાફ પટેલ સામેની આ કાર્યવાહી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે મુનાફ પટેલ મુળ ભરૂચ નજીકના ઇખર ગામનો વતની છે અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે.


પરિયોજના રજિસ્ટ્રેશન પણ સમાપ્ત -


નિવાસ પ્રમૉટર્સ પ્રાઇવેટ લિમીટેડે વર્ષ 2017માં યૂપી રેરામાં પરિયોજનાને પંજીકૃત કરાવી હતી, નક્કી સમયમાં કામ પુરુ ના થયુ તો યૂપી રેરાના બિલ્ડરને વધુ એક મોકો આપતા વધારાનો સમય આપ્યો હતો. છતાં પણ કામ પુરુ ના થયુ, આ વર્ષે પરિયોજનાનુ રજિસ્ટ્રેશન પણ સમાપ્ત થઇ ગયુ છે.  એલવાઇએ બતાવ્યુ કે યૂપી રેરાની આરસી પર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી થઇ રહી છે. આ ક્રમમાં કંપનીના નિદેશક મુનાફ પટેલના બેન્ક ખાતા સીઝ કરવામાં આવ્યા છે, તેમને બતાવ્યુ કે, બાકીની રકમ વસૂલવા માટે પણ આ જ રીતે કાર્યવાહી થઇ રહી છે. 


મુનાફ પટેલની કરિયર


મુનાફ પટેલ લાંબા સમયથી ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાંથી બહાર હતો. મુનાફે 13 ટેસ્ટ મેચમાં 35, 70 વન ડેમાં 86 અને 3 ટી-20 મેચમાં 4 વિકેટ ઝડપી છે. IPLની 63 મેચમાં 74 વિકેટ લીધી હતી.