Crime: બનાસકાંઠામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે, આ દુષ્કર્મની ઘટના આશ્રામ શાળામાં ઘટી છે, અહીં એક શિક્ષકે તમામ નિયમોને નેવે મૂકીને સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ છે. જોકે, બાદમાં અમીરગઢ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આજે દુષ્કર્મની ઘટના સામે આવી છે, ઉપલાબંધ આશ્રમ શાળામાં એક શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાત એમ છે કે, ઉપલાબંધ આશ્રમ શાળાના શિક્ષકે સાથી શિક્ષિકાનો પતિ દારૂડિયો હોવાથી તેને દારૂ છોડાવવાની વાત કરી હતી, શિક્ષિકે આ તકનો લાભ લઇને શિક્ષિકાના પતિને દારૂ છોડાવવાના બદલે ઘેનની દવા આપી દીધી હતી. આ પછી શિક્ષકે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ અમીરગઢ પોલીસ મથકે આશ્રમ શાળાના શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામા આવી, અને પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી દીધી હતી.
રાજકોટના જન્માષ્ટમીના મેળામાં 2 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
રાજકોટના જન્માષ્ટમીની મોડી સાંજે મેળામાં ખૂબ જ શરમજનક ધટના બની હતી. અહીં લાખો લોકોના મેડાવડા વચ્ચે પરપ્રાતિય એક શખ્સે બે વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા તેમની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
સમગ્ર ઘટનાની આપવિતી બાળકીની માતાએ કહી હતી. બાળકીની માતા તેમની બાળકી સાથએ જન્માષ્ટમીનો મેળો કરવા માટે આવેલ હતી. તેમની સાથે અન્ય 10થી 12 પરિચિત લોકો પણ હતા. મેળા દરમિયાન માતા રાઇડસમાં બેસવા માટે તેમની સાથે આવેલા પરપ્રાતિય યુવકને બાળક સોંપીને ગઇ હતી. જો કે રાઇડસમાં માતા જ્યારે નીચે આવી તો બાળકી અને પરપ્રાંતિય યુવક રાઇડસની પાછળની બાજુ જતાં રહ્યાં હતા. માતાએ શોધખોળ કરતા બંને મળી આવ્યા પરંતુ બાળકીને ગુપ્તાંગમાં ઇજા થઇ હોવાથી માતાને સમગ્ર ઘટનાની જાણી થઇ અને આખરે પોલીસને ફરિયાદ કરતાં પોલીસે 35 વર્ષિય પરપ્રાતિય યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હતી ઘરી છે.