Dahod News: દાહોદ સેશન કોર્ટે અપહરણ બળાત્કાર, હત્યા અને પોકસો એક્ટના ગુનાના આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપી કૌટુંબીક મામા શૈલેશ નારસીંગ માવીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ગરબાડાના નળવાઈ ગામે ફેબ્રુઆરી 31/1/2020 માં કૌટુંબીક મામા એ 6 વર્ષીય ભાણી ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરી હતી. શૈલેષ નારસીંગ માવી સાંજે ઘરે આવી તેની કૌટુંબીક ભાણીને ચણાનો ઓળો ખવડાવો છે તેમ કહીને ઘરેથી મોટરસાયકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો. બાળકીનો પરીવાર મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા રાજકોટ ગયા હતા ત્યારે કૌટુંબીક મામાએ ભાણી ઉપર બળાત્કાર કરી હત્યા કરી નાખી લાશને જંગલમા ફેકી દીધી હતી. જો કે, આખરે 3 વર્ષ બાદ આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારતા પરિવારને ન્યાય મળ્યો છે.


અમદાવાદમાં અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ


અમદાવાદ: શહેરના બાપુનગર નજીક આવેલ અનિલ સ્ટ્રાચ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિકાસ ઇન્સ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગતા અપરા તફરી મચી જવા પામી છે. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. હાલમાં ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગની ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.


 



આગ એટલી ભીષણ છે કે આજુબાજુના કારખાનામાં પ્રસરી રહી છે. હાલમાં ધાણીની જેમ ફટાકડા ફૂટી રહ્યા છે. 4 વાગ્યે લાગેલી આગ હજુ  પણ કાબુમાં આવી નથી. આગને પગલે નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે મનપાની બેદરકારીના કારણે આ આગ લાગી છે. આગને કાબુમાં લેવા રોબોટની મદદ લેવાઈ છે.


બે દિવસ કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર


ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી બે દિવસ કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં આજે અને આવતી કાલે ગરમીનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર - કચ્છ ના અંતરિયાળ વિસ્તારો માં આગામી ત્રણ થી ચાર દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેવાની સમ્ભાવના છે, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ના દરિયાકાંઠાના વિસ્તારો માં ગરમ અને ભેજવાળી હવા પ્રવર્તે તેવી પણ સંભાવના હોવાથી નાગરીકોને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે.