દાહોદઃ કારતક મહિનો અડધો પૂરો થવા આવ્યો છતાં પણ ગુજરાતમાંથી મેઘરાજા વિદાય થઈ લેવાનું નામ નથી લઈ રહ્યા. મહા’ વાવાઝોડાના સંકટ ટળતાની સાથે જ વરસાદનું સંકટ પણ હવે ગુજરાતમાં નહીં રહે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.



આજે સાંજે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધાનપુર, દેવગઢબારીયા, લીમડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.



15 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની વિધિવત રીતે શરૂઆત થશે. શિયાળાની શરૂઆતના દિવસોમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઠંડીનો પારો નીચે ગગડતો જતો જોવા મળશે.

92 વર્ષની વયે રામ જન્મભૂમિ માટે કેસ લડનારા પરાસરન કોણ છે ? જાણો વિગત

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત

સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત