ગારી સોમનાથ: રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.  ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.  


ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.  પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો.  ન માત્ર મગફળી પરંતુ અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.


રાજ્યમાં ફરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગનો ડુંગળીનો પાક નિષ્ફળ જતા ભાવ આસમાને પહોંચ્યા છે. એક કિલો ડુંગળીના ભાવ 50 રુપિયાએ પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ ડુંગળીના ભાવમાં 20 થી 25 રૂપિયા નો વધારો થયો છે. ગત વર્ષની જેમ આ વર્ષ પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં રોજેરોજ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળે છે. હાલના મોટા ભાગની ડુંગળી મહારાષ્ટ્રમાથી આવે છે. ગુજરાતના ખેડુતો પાસે ડુંગળી નથી ત્યારે જ ભાવ આસમાને પહોંચ્યા છે. નવો પાક એક કે દોઢ મહિના બાદ તૈયાર થશે ત્યારે ભાવ ઘટી શકે છે. ત્યાં સુધી સતત ભાવમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવતેર થયું છે જો કે સતત વરસાદને કારણે ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જેના કારણે ભાવો સતત વધી રહ્યા છે.


રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદના સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.