બનાસકાંઠા: દાંતા સ્ટેટના મહારાણાનું નિધન થયું છે. દાંતાનાં રાજવી મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારનાં દુઃખદ અવસાનથી પરિવાર અને લોકોમાં ભારે દુ:ખની લાગણી છવાઈ છે. મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા. સ્ટેટ ઓફ દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની અંતિમ યાત્રા સોમવારે યોજાશે.
નોંધનીય છે કે, દાંતા રજવાડું બ્રિટિશ શાસન સમયમાં બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની મહી કાંઠા એજન્સીમાં આવતું રજવાડું હતું. તેનું પાટનગર દાંતા હતું, જે હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. દાંતા રજવાડાની સ્થાપના ૧૦૬૮માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું.
ઇસ ૧૨૦૦માં આરબ આક્રમણ પછી પરમારોએ ચંદ્રાવતીને પોતાનું પાટનગર બનાવ્યું હતુ. અલાદ્દીન ખિલજી સાથેના યુદ્ધ પછી તેઓ ગુજરાતમાં સ્થાયી થયા. ત્યાંથી તેઓ ૩૮૦ વર્ષ પહેલાં દાંતામાં સ્થાયી થયા. દાંતાના છેલ્લા શાસકે ૬ નવેમ્બર ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે સંમતિ દર્શાવી હતી.
રાજ્યમાં આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ 16 અને 17 તારીખે પોરબંદર,જુનાગઢ,ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 17 અને 18 તારીખે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, 18 અને 19 તારીખે અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ શરુ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial