CM Kejriwal Gujarat visit: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ભાવનગરમાં જંગી જનસભા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 16 Oct 2022 05:55 PM
અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં જાહેર સભાને સંબોધી

અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં જાહેર સભાને સંબોધી હતી.  આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે, બધા લોકોના કેસ પાછા ખેંચવામાં આવશે અને તેમને જેલ મુક્ત કરવામાં આવશે. આ તેમણે આઈબીના રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આઈબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 92થી 93 સીટો મળી રહી છે. 

કેજરીવાલ ભાવનગરમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ભાવનગર પહોંચ્યા છે. 

બેનરો પર કાળી શાહી

ભાવનગરમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આગમન પૂર્વે બેનરો પર કાળી શાહી લગાડાઈ છે. શહેરમાં ઠેર-ઠેર જગ્યાએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના બેનરો લગાવવામાં આવ્યા છે ત્યાં આ પ્રકારે કાળી શાહીથી ચહેરો ભુસવામાં આવ્યો છે.  

CM કેજરીવાલ ગુજરાત પ્રવાસ

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્યમાં નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી (AAP) સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદ:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.  અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવશે. આજે અને આવતીકાલે અરવિંદ કેજરીવાલ ભાવનગર, મહેસાણા અને ડીસાનો પ્રવાસ કરશે અને જનસભાને સંબોધશે.



ગુજરાતના બે દિવસના પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ કેટલીક જનસભાને સંબોધિત કરશે. આ જનસભાઓ ભાવનગર, ઊંઝા,  મહેસાણા અને ડીસામાં યોજાશે. આ પહેલા તેમણે આઠ અને નવ ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતા અને કાર્યકર્તા ગુપ્ત રીતે તેમની આમ આદમી પાર્ટી (AAP)નું સમર્થન કરી રહ્યા છે. તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જ પાર્ટીની હાર જોવા માંગે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.