નીતિન પટેલે દાવો કર્યો છે કે ગુજરાતમાં અગાઉની સરખામણીમાં બાળ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. અગાઉ દર હજારે 55 બાળકોના મોત થતા હતા. 2007માં બાળ મૃત્યુ દર ઘટીને 52 ટકા થયો હતો. વર્ષ 2017માં આ દર ઘટીને 30 ટકા સુધી પહોંચ્યો છે.
નીતિન પટેલે જણાવ્યું ગુજરાતમાં બાળ મૃત્યુદર પ્રતિ એક હજારે 30 છે. આ પહેલા 1997માં બાળ મૃત્યુદર 62 ટકા હતો જે 2017માં ઘટીને 30 ટકા થયો હતો. સરકારી સગવડોને કારણે ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટ્યો છે. ગુજરાતમાં દર વર્ષે 12 લાખ બાળકોનો જન્મ થાય છે જેમાંથી 99 ટકા બાળકોની પ્રસુતિ હોસ્પિટલોમાં થાય છે.
નવજાત બાળકોના મોત મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, બાળકોના જન્મ બાદ 21-28 દિવસનો સમય અગત્યનો સમયગાળો હોય છે. શારીરિક બીમારી સાથે જન્મેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધુ છે. જેથી રાજ્ય સરકાર ખાનગી નર્સિંગ હોમની મદદ લઈ રહી છે.