રાજકોટ: માયાભાઇ આહિર, લેખક જય વસાવડા, અનુભા ગઢવી, સાંઇરામ દવે બાદ હવે ધીરુભાઈ સરવૈયા, હેમંત ચૌહાણ, કિર્તીદાન,ભીખુદાન ગઢવીએ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલા રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કલાકારો વિશેના નિવેદન અંગે દુખ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.


મોરારિબાપુના સમર્થનમા એક પછી એક લોકસાહિત્યકારો રત્નાકર એવોર્ડ પરત કરી રહ્યા છે, લોકસાહીત્યકાર ભીખુદાન ગઢવીએ પણ સરધાર સંસ્થા તરફથી મળેલો અવોર્ડ
પરત કર્યો છે. તેમણે કહ્યુ મોરારિબાપુ બાપુ વિશે કંઈ પણ બોલવુ અયોગ્ય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસ્વરૂપ સ્વામીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કલાકારો દારૂ પીને કાર્યક્રમ કરે છે. આ નિવેદનને લઈને સૌરાષ્ટ્રભરના કલાકારોમાં નારાજગી જોવા મળી રહી છે. અન્ય કલાકારોની સાથે રહી ધીરૂભાઇ સરવૈયાએ એવોર્ડ પરત કર્યો છે.

જય વસાવડા, અંકિત ત્રિવેદી, પ્રણવભાઇ પંડ્યા, સાંઇરામ દવે, કિર્તીદાનભાઇ ગઢવી, ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, માયાભાઇ આહિર, ભિખુદાનભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ કવિરાજ, જીતુ કવિ દાદ, હરેશદાનભાઇ, દેવરાજભાઇ ગઢવી, બિહારી હેમુ ગઢવી, લક્ષ્મણભાઇ બારોટ, અનુભા ગઢવી અને કવિ દાદ બાપુએ એવોર્ડ પરત કર્યા છે.