Diu And Daman MP Umesh Patel: આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ 31 ડિેસેમ્બર છે, રાત્રે 12 વાગ્યાતી નવા વર્ષ 2025ની શરૂઆત થઇ જશે. જોકે, ન્યૂ ઇયર પાર્ટી અને સેલિબ્રેશનને લઇને હવે ગુજરાત પોલીસ પર સવાલો ઉઠ્યા છે. લોકસભા સાંસદ ઉમેદ પટેલે ગુજરાત પોલીસને દારૂબંધી મુદ્દે આડેહાથે લીધી અને એક પછી એક ચાબખા માર્યા છે.
દીવ અને દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે નવા વર્ષની ઉજવણી અને દારુબંધીને લઇને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવીને ઝાટકી છે. તેમને પ્રહારો કરતાં કહ્યું કે, દમણમાં જેટલો દારૂ નથી વેચાતો નથી એટલો તો ગુજરાતમાં ઝડપાય છે. ગુજરાત પોલીસ ન્યૂયર પાર્ટીમાં માત્ર નામની કાર્યવાહી કરે છે, દારૂના નશામાં ના હોય તેની સામે પણ ગુજરાત પોલીસ કાર્યવાહી કરે છે. ઉમેશ પટેલે આરોપ લગાવ્યો કે, ગુજરાત પોલીસની નીતિરિતીથી દમણ-દીવમાં સહેલાણીઓ ઘટ્યા છે, ન્યૂયરની પાર્ટીમાં 7 વર્ષથી સહેલાણીઓની સંખ્યા સતત ઘટતી રહી છે.
અમદાવાદમાં 16 જગ્યાએ ડાન્સ પાર્ટીને પોલીસે આપી છે મંજૂરી
આજે અમદાવાદમાં ન્યૂ યરને આવકારવા માટે ડાન્સ પાર્ટીનું અનેક સ્થળોએ આયોજન કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે ડાન્સ પાર્ટી માટે કલબ, પાર્ટી પ્લોટ, હોટેલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ મળીને 16 જગ્યાને પોલીસે મંજૂરી આપી છે. ગત વર્ષે અમદાવાદમાં 70થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાઈ હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડના પગલે સરકારે ડાન્સ પાર્ટી માટેના નિયમો કડક કરી દીધા હતા. જેના કારણે 30 ડિસેમ્બર સુધી પોલીસે 16 જગ્યાને મંજૂરી આપી છે. ન્યૂ યર પાર્ટી કાર્યક્રમ દરમિયાન મહિલાઓનું માન જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનુ રહેશે. કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો તમામ જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તૈનાત રહેશે. તો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ભારે ભીડ ભેગી થતી હોવાથી પહેલીવાર સિંધુભવન રોડ પર જાજારમાન ચાર રસ્તાથી તાજ હોટલ સુધીનો દોઢ કિલોમીટરનો રોડ રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે બંધ કરાશે. સીજી રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ સહિતના રોડ ઉપર લોકો ફરવા નીકળે છે અને રાતે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી કરે છે. જેને ધ્યાનમાં 8139 પોલીસ અધિકારી - કર્મચારી બંદોબસ્તમાં તહેનાત રહેશે. જ્યારે શહેરમાં લાગેલા 2100 સીસીટીવી કેમેરા ઉપરાંત 2573 બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ રહેશે. આ ઉપરાંત 50થી વધુ શી ટીમ પણ ખાનગી કપડામાં તહેનાત રહેશે.
આ પણ વાંચો
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી