Heart Attack:રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરાના પાદરા બાદ આજે મહેસાણામાં પણ હાર્ટ અટેકથી 22 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો. મહેસાણા દેદિયસનની આર.જે.સ્કૂલની 22 વર્ષીય શિક્ષિકા ગરબે રમીને ઘરે પરત ફરતી હતી તે સમયે હાર્ટ એટેક આવતા નિધન થયું છે.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રિને લઇને સ્કૂલમાં શનિવારે પ્રિ નવરાત્રિ સેલિબ્રેશન હતું. ઋચિકા શાહ નામની શિક્ષિકા પણ આ સેલેબ્રશનમાં ગયા હતા અને ગરબે ઘૂમીની પરત ઘરે આવતા હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ અટેક આવી જતાં 22 વર્ષિય શિક્ષિકા ઋચિકા શાહનું નિધન થયું છે.
તો બીજી તરફ વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે,. પાદરાની અરિહંત કોમ્પલેક્ષમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવ્યા
રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે.
રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.