Gujarat Rain Update:ફરી એકવાર ધોધમાર વરસાદની એન્ટ્રી થતાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.સરદાર સરોવર ડેમમાં 18 લાખ 62 હજાર 960 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલી દેવાયા છે.નિચાણવાળા વિસ્તારોમાં વધુ અસર ન થાય તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના અધિકારીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.


નર્મદાનો ડેમ છલોછલ થતાં ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુર આવ્યું છે. જેના પગલે  ચાંદોદમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. નર્મદા અને ઓરસંગ નદીના પાણીથી ચાંદોદ બેહાલ થયું છે.ચાંદોદમાં પાણી ઘુસતા નાગરિકોની પરેશાની વધી છે. અહીના નંદેરિયા, ભીમપુર, ચાંદોદ, કરનાળી એલર્ટ પર છે. ચાંદોદમાં મલ્હારઘાટના 108 પગથિયા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. પાણી ભરાતા બોટ મારફતે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.


નર્મદા નદીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા બંધ


નર્મદા ડેમ  સંપૂર્ણ ભરાઇ જતાં રાજપીપળા-વડોદરા જવાના તમામ રસ્તા બંધ થઇ ગયા છે, રાજપીપળાથી વડોદરા જવાના તમામ રસ્તાઓ પર ફરી પાણી ફરી વળ્યાં છે. ગરૂડેશ્વર પાસે હાઈવે પર  વરસાદી પાણી ભરાઇ જતાં ટાટની પરીક્ષા આપવા જતા તમામ વિદ્યાર્થીઓ અટવાયા છે.


ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ


જળબંબાકારની સ્થિતિને જોતા ઓસરંગ નદીકાંઠાના 13 ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ચનવાડા, સીતપુર, નવી માંગરોલ ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.ઓરડી, જેસંગપુર, નગડોલ, આશોદરા ગામના લોકોને પણ  એલર્ટ કરવામાં આવ્યા છે.                                         


આ પણ વાંચો 


Gujrat Rain Forecast: રાજયના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ


PM Modi Birthday Live Updates: PM મોદીના જન્મદિવસને આ રીતે ખાસ બનાવશે BJP, દેશ-વિદેશના નેતાઓએ પાઠવી શુભકામના


Rain Forecast : ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજું પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Vadodara Rain: ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં 1000 લોકોનું સ્થળાંતર, 11 ગામ એલર્ટ પર, ગરુડેશ્વર હાઈવે પાણીમાં ગરકાવ