Building collapse:જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થતાં આખો પરિવાર પિંખાઇ ગયો


જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત સોમવારે ધરાશાયી થઇ હતી આ દુર્ઘટનામાં  એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. બે બાળકો અને પતિના મોત બાદ આઘાતમા આવેલી પત્નીએ પણ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આમ એ દુર્ઘટનાના કારણે આખે આખો પરિવાર પિંખાઇ ગયો.                                                                     


સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો જૂનાગઢમાં રહેતા  સંજયભાઈ ડાભી સોમવારે તેમના બંને પુત્રો સાથે બહાર બજારમાં ગયા હતા.   પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે જ દુર્ભાગ્યવશ  જર્જરિત ઈમારતનો કાટમાળ તેમના પર પડ્યો હતો. અને પરિવારના ત્રણેય જણ તેમાં દટાઇ ગયા હતા. ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે દુર્ભાગ્યવશ ત્રણમાંથી એકને પણ ન બચાવી શકાયા. ત્રણેયના મૃતદેહ કાટમાળમાંથી બહાર આવતાં  પતિ અને બાળકોના મોતથી આઘાત પામેલ મહિલાએ એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થતાં સમગ્ર ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.                                                         


આ પણ વાંચો


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો


‘ટામેટા જ એકમાત્ર ખાવાની ચીજ નથી, સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે’, ગુજરાત સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?


આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ


World Cup 2023 IND vs PAK: વન-ડે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કારણ ?


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial