Gujarat Rain: ગુજરાતમાં 10 જૂન ચોમાસું પ્રવેશ કર્યું હતું પરંતુ સિસ્ટમ નબળી હોવાના કારણે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસુ સક્રિય બન્યું છે. ત્યારબાદ ચોમાસુ ધીરે ધીરે 20 જૂને આગળ વધશે અને 25 જૂન સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થાય તેવું અનુમાન આજ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. વલસાડ પંથકમાં સાર્વત્રિક વરસાદ છે. ઉમરગામ તાલુકાના સારીગામ અને સંજાણ વિસ્તારના બજારોમાં વરસાદની અસર જોવા મળી હતી. લોકો છત્રી અને રેઇનકોટના સહારે જોવા મળ્યા હતા. જ્યારે રેંકડીધારકોએ પોતાનો સમાન છત્રીના સહારે કરવો પડ્યો અને પલાસ્ટિકથી ઢાંકવો પડ્યો હતો.વલસાડના ઉમરગામ પંથકમાં ભારે વરસાદની અસર નેશનલ હાઇવે નંબર 48 પર જોવા મળી હતી. હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જિલ્લામાં પડેલા વરસાદના આંકડા
- પારડી-22મી.મી
- ઉમરગામ-25 મી.મી
- વાપી-16મી.મી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ
રાજ્યમાં મંગળવારે 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરપુરમાં 1 ઈંચ, તો સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મી.મી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અંકલેશ્વર, રાજુલા, નવસારીના ખેરગામમાં પણ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આગામી 6 દિવસ ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
- 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
- 21 જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
- 22 જૂન સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
- 23 જૂન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
- 24 જૂન અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ,દીવ
- 25 જૂન ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
આ પણ વાંચોઃ
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, 3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે