અમરેલીઃ 30 વર્ષ પહેલા રૂપાણી સરકારમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ નહીં ખાવાની અયોધ્યામાં કરેલી પ્રતિજ્ઞા આજે અમરેલીમાં પૂર્ણ કરી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રામ મંદિરનું નિર્માણ શરૂ થશે પછી જ મીઠાઇ ખાવાની પ્રતિજ્ઞા કરી હતી. અમરેલીના દિગ્ગજ સહકાર નેતા દિલીપ સંઘાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 30 વર્ષ પહેલા અયોધ્યા જઈ મીઠાઈ નહીં ખાવાની પ્રતિજ્ઞા કરી હતી.

આજે જોગાનુજોગ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલીપ સંઘાણીના મહેમાન બન્યા હતા. રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ ટૂંક સમયમાં વડાપ્રધાનના હસ્તે થનાર છે, ત્યારે પ્રતિજ્ઞાને પૂરી કરી દિલીપ સંઘાણીએ ભુપેન્દ્રસિંહનું મોં મીઠું કરાવ્યું હતું. શંખનાદ કરી જય શ્રી રામના નારા પોકાર્યા હતા.