Election 2024 Live Updates: 'અમારી પાસે બે રૂપિયા નથી, ટિકિટ લેવી મુશ્કેલ', એકાઉન્ટ્સ ફ્રીઝ થવા પર સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી

પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.

gujarati.abplive.com Last Updated: 21 Mar 2024 12:54 PM
 ‘અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા’

રાહુલે કહ્યું હતું કે  "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે તેનું બેન્ક ખાતું, એટીએમ કાર્ડ અથવા તેની નાણાકીય ઓળખ ભૂંસી નાખવામાં આવે છે ત્યારે કેટલી મુશ્કેલી આવે છે. જો કોઈ પરિવાર સાથે આવું કરવામાં આવશે તો તે ભૂખે મરી જશે. કોઇ બિઝનેસ સાથે થાય તો તે બરબાદ થઇ જશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, "કોંગ્રેસ સાથે પણ આવું જ કરવામાં આવ્યું છે. અમે અમારા નેતાઓ અને કાર્યકરોને પૈસા આપી શકતા નથી કારણ કે અમારા ખાતા એક મહિના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા."

રાહુલે દાવો કર્યો કે ભારતમાં લોકશાહી નથી

રાહુલે બંધારણીય સંસ્થાઓ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું, "દેશમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં છે. કોર્ટ, ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓએ આ બધું જોઈને પણ કંઈ કહ્યું નથી. ચૂંટણી પંચે પણ કંઈ કહ્યું નથી. આ છે. ગુનાહિત કૃત્ય." તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, "ભારતમાં લોકશાહી છે તે હકીકત તદ્દન ખોટી છે. ભારતમાં લોકશાહી નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાની વાત ખોટી છે કારણ કે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે."

2 રૂપિયા ચૂકવવા પણ મુશ્કેલ છેઃ રાહુલ ગાંધી

સરકાર પર ખાતાઓ ફ્રીઝ કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું, "અમારા નેતાઓ હવાઈ મુસાફરી કરી શકતા નથી. તેઓ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકતા નથી. અમારા નેતાઓને એક શહેરમાંથી બીજા શહેરમાં મોકલવા અમારા માટે મુશ્કેલ છે." " તેમણે કહ્યું, "આજે અમે જાહેરખબરો કરી શકતા નથી. દેશના 20 ટકા લોકો અમને મત આપે છે, પરંતુ આજે અમે 2 રૂપિયા પણ કોઇને ચૂકવી શકતા નથી.

ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (21 માર્ચ) કોગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નથી.

















અમારી પાસે બે રૂપિયા પણ નથીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (21 માર્ચ) કોગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે દેશમાં લોકશાહી નથી. વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની વાત ખોટી છે. ભારતની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આજે કોંગ્રેસ પાસે પોતાના નેતાઓને મદદ કરવા માટે 2 રૂપિયા પણ નથી. ટિકિટ ખરીદવા માટે પણ પૈસા નથી.

'અમને ચૂંટણી લડવાની સમાન તક આપવામાં આવી રહી નથી'

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઈલેક્ટોરલ બોન્ડની જે વિગતો મળી છે તે આશ્ચર્યજનક અને શરમજનક છે. જેના કારણે દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ છે. સ્વસ્થ લોકશાહીની છબી ઉભી કરવામાં આવી હતી, પરંતુ આજે તેના પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. તેમણે કહ્યું કે વર્તમાન સરકારે પોતાના ખાતામાં હજારો કરોડ રૂપિયા ભર્યા છે.






ખડગેએ કહ્યું કે બીજી તરફ અમારું બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જેથી અમે પૈસાના અભાવે ચૂંટણી લડી ન શકીએ. અમને ચૂંટણી લડવાની સમાન તક આપવામાં આવી રહી નથી. આ શાસક પક્ષની ખતરનાક રમત છે. આની દૂરગામી અસરો થશે. લોકશાહીને બચાવવી પડશે અને દરેકને સમાન તક મળવી જોઈએ.






મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપે કેટલીક કંપનીઓ દ્વારા કેવી રીતે પૈસા લીધા તે અંગે હું વાત કરવા માંગતો નથી. સુપ્રીમ કોર્ટ આ મામલે તપાસ કરી રહી છે. મને આશા છે કે સત્ય જલ્દી આપણી સામે આવશે. તેમણે કહ્યું કે હું બંધારણીય સંસ્થાઓને અપીલ કરું છું કે જો તેઓ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છતા હોય તો તેઓ અમને કોઈપણ રાજકીય પક્ષ આવકવેરાના દાયરામાં નથી આવતો.





મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પાર્ટીના બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. શાસક પક્ષે આવું એટલા માટે કર્યું છે કે કોંગ્રેસ ચૂંટણી ન લડી શકે. પત્રકાર પરિષદને સંબોધતા ખડગેએ કહ્યું કે આપણે લોકશાહીને બચાવવી છે અને તેના માટે દરેકને સમાન તક મળવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય અને ન્યાયિક સંસ્થાઓ પર સરકારનું નિયંત્રણ થઇ ગયું છે.






મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ભારત તેના લોકતાંત્રિક મૂલ્યો માટે જાણીતું છે. દરેક નાગરિક મતદાન કરવા ઉત્સુક છે. અત્યાર સુધી નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ છે. આજે દરેક રાજકીય પક્ષોને સમાન તક મળવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ ભાજપ સરકારે સંસાધનો, મીડિયા, બંધારણીય અને ન્યાયિક સંસ્થાઓ પર કબજો જમાવ્યો છે. તમામ પક્ષોને સમાન તક મળી રહી નથી.

અરૂણ ગોવિલ લડી શકે છે ચૂંટણી

અરૂણ ગોવિલને ભાજપ  લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી અરૂણ ગોવિલ ચૂંટણી લડી શકે છે. 

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી

ભારતના ચૂંટણી પંચ (ECI) એ 21 માર્ચે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ અને આસામ મળીને પાંચ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) તરીકે નેતૃત્વના હોદ્દા પર નિયુક્ત નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જાહેર કર્યા હતા. 

સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હોઇ શકે છે: સૂત્ર

સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી હોઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે કોગ્રેસ સુરતથી નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતારી શકે છે. નિલેશ કુંભાણી બે વખત કોર્પોરેશની ચૂંટણી લડી ચૂક્યા છે તો એક વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. નિલેશ કુંભાણી મૂળ અમરેલીના રાજુલાના વતની છે અને 22 વર્ષથી કોગ્રેસમાં સક્રીય છે. પક્ષ તરફથી ટિકિટની જાણકારી અપાયાનો નિલેશ કુંભાણીએ દાવો કર્યો હતો અને કહ્યું કે તેઓ નાના કારખાનેદાર અને રત્ન કલાકારો મુદ્દે ચૂંટણી લડશે.

આવતીકાલે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે

ભાજપ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની બે યાદી બાદ ત્રીજી યાદી જાહેર કરવાની અંતિમ તૈયારી કરી રહ્યો છે. બે દિવસ અગાઉ કોર કમિટીની બેઠક બાદ હવે આવતીકાલે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે. કેમ કે ગુજરાતની મહેસાણા, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર એમ ચાર બેઠક પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે આ ચારેય બેઠકના ઉમેદવારોના નામ પર આવતીકાલે રાત સુધીમાં અંતિમ મહોર લાગી જશે. સંભાવના છે કે આવતીકાલે રાત સુધીમાં અથવા તો શનિવારે ચારેય બેઠકના ઉમેદવારના નામ પણ નવી યાદીમાં સામેલ હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ બે દિવસ અગાઉ આ બેઠકો પર ચર્ચા માટે પાર્ટી હાઈકમાંડ સાથે દિલ્હીમાં બેઠક કરી ચૂક્યા છે. વડોદરા અને સાબરકાંઠા બેઠક પરથી ભાજપે જાહેર કરેલા ઉમેદવારને બદલવાની ચર્ચા પર વડોદરા શહેર અને સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે સ્પષ્ટ પદે રદિયો આપી પૂર્ણ વિરામ મુક્યું છે

લોકસભા ચૂંટણી માટે કોગ્રેસ આજે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી શકે છે.

લોકસભા ચૂંટણી માટે કોગ્રેસ આજે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી શકે છે. આજે જાહેર થનાર યાદીમાં 50 ઉમેદવારોના નામ સંભવ છે. જો કે આજની યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર થશે કે નહીં તેના પર સસ્પેન્સ છે. માહિતી પ્રમાણે રાજકોટથી પરેશ ધાનાણીને કૉંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. તો આણંદથી અમિત ચાવડા, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને મેદાનમાં ઉતારાશે. પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણની ટિકિટ નક્કી છે. દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી અને પાટણથી ચંદનજી ઠાકોરની ટિકિટ નક્કી છે. ગાંધીનગરથી અમિત શાહની સામે કૉંગ્રેસ કોઈ દિગ્ગજ નેતાને મેદાનમાં ઉતારશે.

બ્રેકગ્રાઉન્ડ

વડોદરા શહેરમાં બુધવારે હરણી અને કારેલીબાગ વિસ્તારની સોસાયટીના ગેટ પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટ લાગ્યા હતા. રંજનબેનને ફરી ટિકિટ અપાતા જ ભાજપમાં વિરોધ શરૂ થયો હતો.  એવામાં હવે પોસ્ટર લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં તરત જ પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા. પોલીસે પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી બે યુવકને પોસ્ટ લગાવતા ઝડપ્યા હતા.


તપાસમાં ખુલ્યું હતું કે પોસ્ટર લગાવનાર ભાજપનો કોઈ બળવાખોર નહીં. પરંતુ કૉંગ્રેસના જ યુવા નેતાઓ સામેલ છે. તરત પોલીસે વડોદરા યુથ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી હતી. હેરી ઓડની અટકાયત થતાં યુથ કૉંગ્રેસના કાર્યકરોની સાથે હેરી ઓડના પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો હતો. તેમનો આરોપ હતો કે, હેરી ઓડને હેરાન કરવા માટે અટકાયત કરાઈ છે. તો મોડી સાંજના મંત્રી ધ્રુવીત વસાવા અને કાર્યકર ફાલ્ગુન સોરઠીયાની ધરપકડ કરવામાં આવી હતી.  જો કે હેરી ઓડ સહિત બે કાર્યકર્તાઓ ફાલ્ગુન સોરઠીયા અને ધ્રુવીત વસાવાનો છૂટકારો થયો હતો.


પોલીસ સ્ટેશનમાંથી છૂટ્યા બાદ હેરી ઓડે કહ્યું હતું કે જો યુવા તરીકે મને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપશે તો હું રંજનબેન ભટ્ટ સામે લડીશ. આવનારા દિવસોમાં પણ પોસ્ટર લગાડવાના હશે તો પોસ્ટર લગાવવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી ખુલતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે હતાશ થયેલી કોંગ્રેસ આવા હથકંડા અપનાવી રહી છે. આ તરફ રંજનબેન ભટ્ટના પોસ્ટર્સ વિવાદમાં બે કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતા અમી રાવત અને કોંગ્રેસના નેતાઓ વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.


બીજી તરફ વડોદરામાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટર લગાવવાને લઈ કાર્યવાહી કરાઇ છે. અટલાદરા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી હતી. રાકેશ ઠાકોર, હર્ષદ સોલંકી અને નીતિન પઢીયારની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય શખ્સો અટલાદરા વિસ્તારના રહેવાસી છે.  પોસ્ટર લગાડનાર મુખ્ય સૂત્રધારની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.