વલસાડઃ વલસાડ, નવસારી  અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. મળતી જાણકારી અનુસાર, વલસાડમાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ બની ગઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ઔરંગા નદીએ ભયજનક સ્થિતિ વટાવી લીધી છે. સ્થાનિક પ્રશાસને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 02632-240212 જાહેર કર્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.


વલસાડના આવેલી કુદરતી આફતને લઇને સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી સતર્ક બન્યા છે. કપરાડાના ધારાસભ્ય અને સરકારના મંત્રી જીતુ ચૌધરીએ પુરપીડિતોની મદદે પહોંચ્યા હતા. એનડીઆરએફની ટીમ સાથે બંદર રોડ પર રેસ્ક્યૂ ઓપરેશનમાં જીતુભાઇ ચૌધરી જોડાયા હતા.


અત્યાર સુધીમાં તાલુકામાંથી 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચીખલી પાસે વસુધરા ડેરી પાસે નેશનલ હાઇવે નંબર- 48ને બંધ કરવામાં આવ્યો છે. હાઇવે પરના સર્વિસ રોડ અને બ્રિજ નીચે પાણી ભરાયા હતા. વલસાડના પારડીમા પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પારડીથી સેલવાસ માર્ગ પર કેડસમા પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના દાણા બજાર, છીપવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. બજારમાં પાણી ભરાઇ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના દુકાનોમાં પાણી ભરાઇ જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.


બીજી તરફ નવસારીમાં પૂરની સ્થિતિને લઇને કોસ્ટગાર્ડ એલર્ટ પર છે. ચીખલી તાલુકામાં કાવેરી નદીનું જળસ્તર વધતા સ્થાનિકોનું સ્થળાંતર કરાયુ હતું. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદથી 25 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનોએ વલસાડ, નવસારી જિલ્લામાં અનેક લોકોના જીવ બચાવ્યા હતા. નવસારીમાં અત્યાર સુધીમાં 14 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ


 


મોંઘવારીનો માર! છેલ્લા એક વર્ષમાં બટાકા, લોટ, ખાંડ, ઘઉં સહિત તમામના ભાવ વધ્યા, ટામેટાં બમણા મોંઘા થયા, જાણો લેટેસ્ટ ભાવ


Edible Oil: ખાદ્યતેલ થયું સસ્તું, જાણો સરસવ, સોયાબીન સહિત તમામના ભાવ કેટલા ઘટ્યા


Microsoft Lay off: માઈક્રોસોફ્ટે કરી કર્મચારીઓની છટણી, જાણો કંપનીએ શું કારણ આપ્યું


Mika Di Vohti: મીકા સિંહના દિલ પર રાજ કરવા સ્વયંવરમાં આવી આ સુંદરી, ફોટો શેર કરી પોતાને 'ક્વિન' ગણાવી