Exam: ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લેવામાં આવનારી પ્રવેશ પરીક્ષા માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં DDCET પરીક્ષા લેવામાં આવશે. જે માટે જાન્યુઆરી મહિનામાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરાશે.  શ્રેષ્ઠ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ એક્ઝામના આધારે પ્રવેશ અપાશે.


પ્રવેશ પરીક્ષામાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેથેમેટિક્સ વિષય માંથી વિદ્યાર્થીઓને સવાલો પૂછવામાં આવશે. ૨૦૦ માર્કની આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ૧૫૦ મિનિટ જેટલો સમય આપવામાં આવશે. પહેલીવાર એન્ટ્રન્સ એક્ઝામ હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા રાજ્યના અલગ અલગ સ્થાન ઉપર વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે. ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે.  જ્યારે ડિપ્લોમામાંથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ માત્ર અંગ્રેજીમાં જ પરીક્ષા આપવાની રહેશે.


કોમન એન્ટ્રન્સ એક્ઝામ આધારે પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષામાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથેમેટિક્સ વિષયમાંથી સવાલ પૂછાશે. 200 માર્કની પરીક્ષા માટે 150 મિનિટનો સમય અપાશે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ દાખલ કરાશે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં પરીક્ષા યોજવામાં આવશે.


યુનિયન પબ્લિક સર્વિસ કમિશને નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી I પરીક્ષા 2024 માટે એપ્લિકેશન લિંક ઓપન કરી છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ 20મી ડિસેમ્બર 2023 થી ફોર્મ ભરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024 છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે. આ માટે ઉમેદવારોએ UPSCની વેબસાઈટ upsc.gov.in પર જવું પડશે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 400 જગ્યાઓ ભરવામાં આવશે.


કરેક્શન કરવાની તારીખ કઇ છે?


UPSC NDA અને NA પરીક્ષા 2024 માટે આજથી 9 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે. આ અરજીઓમાં સુધારા કરવાની તારીખ 10 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી, 2024 સુધીની છે. જો કોઈ કરેક્શન હોય તો તેને આ તારીખ સુધીમાં કરી લો. આ ભરતી અભિયાન દ્વારા કુલ 400 જગ્યાઓ ભરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે. નેશનલ ડિફેન્સ એકેડમી માટે 370 અને નેવલ એકેડેમી માટે 30 જગ્યાઓ છે.  અરજી કરવાની પાત્રતા દરેક વિંગ માટે અલગ છે. સામાન્ય રીતે કહીએ તો જે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10+2 પેટર્નમાં 12મું પાસ કર્યું હોય અને ધોરણ 12માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયો લીધા હોય તેઓ અરજી કરી શકે છે. ઉમેદવારનું ભારતીય નાગરિક અને અપરિણીત હોવું પણ જરૂરી છે. ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 2005 થી 1 જુલાઈ 2008 ની વચ્ચે થયો હોવો જરૂરી છે. નેવલ એકેડમીમાં પ્રવેશ કેડેટ એન્ટ્રી સ્કીમ દ્વારા થશે.