અમદાવાદઃ ગુજરાતમાં એક અચરજભર્યો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક એવી ઘટના ઘટી છે જેને સાંભળવા છતાં લોકો માનવા તૈયાર નથી, ખરેખરમાં અહીં એક ખેડૂતનો પોતાનો રૂપિયા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ પાછો મળ્યો, આ ડબ્બો પુરના પાણીમાં એક વર્ષ પહેલા તણાઇ ગયો હતો, જોકે, હવે તે હેમખેમ પાછો મળતા ખેડૂતના આનંદનો પર નથી રહ્યો. કહેવાય છે ને કે મહેનતની કમાણી અને નસીબ હોય તેને કોઇ છિનવી શકતું નથી. હાથમાંથી કોળિયો કોઇ છિનવી શકે પરંતુ નસીબનો કોળિયો કોઇ ન છીનવી શકે. 


ખરેખરમાં, અજીબોગરીબ ઘટના ગુજરાતના હળવદના રણછોડગઢ ગામે બની છે. ગયા વર્ષે ભારે વરસાદમાં ઝૂંપડા સહિતની ઘરવખરી સાથે જમીનમાં દાટેલા રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયો હતો, હવે આજે એક વર્ષ બાદ આ ડબ્બો રણછોડગઢ નજીકના સરંભડા ગામના માલધારી યુવાનોને મળી આવ્યો હતો, જોકે આ ડબ્બો આ યુવકે ઇમાનદારી દાખવી તેના મૂળ માલિકને પરત કર્યો હતો. આ ઘટના હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 


ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરની વાડીએ ઝૂંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી. આ સામાનની સાથે ઘરની નજીક જમીન રૂપિયા ભરેલો ડબ્બો દાટ્યો હતો તે પણ આ પુરના પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો. આ ઘટના અંગે મુન્નાભાઈએ આજુબાજુના ગામના લોકોને પણ જાણ કરી હતી. જોકે હવે ગઇકાલે ફરી વરસાદ ખાબકતા ડબ્બો તણાઇને હળવદના સરંભડા ગામના તળાવ નજીક તણાઇને આવ્યો હતો. આ ડબ્બામાં ખેડૂતના 22 હજાર રોકડા અંદર હતા, આ ડબ્બો જે માલધારી યુવકને મળ્યો હતો, તેને મૂળ માલિકની ચકાસણી કરી મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરને પરત કર્યો હતો હતો. 


આ પણ વાંચો..... 


Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન


India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ


SBIના કરોડો ગ્રાહકો માટે મોટા સમાચાર, જો તમારું પણ બેંકમાં ખાતું છે તો સાવધાન, નહીં તો ખાલી થઈ જશે એકાઉન્ટ!


પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી


PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે


Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન


Gua Sha Stone For Face Lift: ચહેરાનો અનોખી રીતે વધારે છે નિખાર, ગુઓ શા સ્ટોન, જાણો શુ છે આ બ્યુટી ટેકનિક