ધોરડોઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની કચ્છની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે શીખ ખેડૂતો સાથે 5 થી 10 મિનીટ સુધી વાત કરી હતી. ખેડુતો સાથે મૂલાકાત બાદ ખેડુતોએ પીએમ સાથે ની વાતચીત અંગે કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી રૂપાણી નરેન્દ્ર મોદીને કચ્છી ભરતકામવાળી સાલ ભેટમાં આવી હતી.
નોંધનીય છે કે, આજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરાવ્યો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. બંનેના એન્ટીજન અને RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા જતા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.
કચ્છમાં PM મોદી સાથે ખેડૂતોએ શું વાતચીત કરી? ખેડૂતોને પૂછતાં શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2020 04:38 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધોરડો ખાતે શીખ ખેડૂતો સાથે 5 થી 10 મિનીટ સુધી વાત કરી હતી. ખેડુતો સાથે મૂલાકાત બાદ ખેડુતોએ પીએમ સાથે ની વાતચીત અંગે કઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -