Ahmedabad: અમદાવાદ કેશવબાદ ચાર રસ્તા પર એક ભયંકર રોડ દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટ મહિલાનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવમાં જતી યુવતીને ટક્કર મારતા યુવતી 50 મીટર ઢસડાઇ હતી. સારવાર દરમિયાન આજે યુવતીનું મોત થયું છે.


નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ રફતારનો ભોગ બની.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઓવર સ્પીડમાં જતી કારે એક્ટિવા પર જતી આ યુવતીને એવી જોરદાર ટક્કર મારી કે તે યુવતી 50 મીટર સુધી રોડ પર ફંગોળાતી રહી. અકસ્માતની ઘટના સીસીસીટી પણ સામે આવ્યા  છે.  ફિઝિયોથેરાપિસ્ટ વિશ્વાને  પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, યુવતી અકસ્માત પછી કોમામાં સરી ગઇ હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર હતાં. તે  કાર નીચે હતી ત્યારે હાર્ટ-એટેક પણ આવ્યો હતો.                                                                            


ઘટનાના પગલે યુવતીને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. જો કે દુર્ભાગ્યવશ યુવતીની જિંદગી ન બચાવી શકાય અને સારવાર દરમિયાન જ યુવતીનું મોત થયું છે. આશાસ્પદ યુવતીના આકસ્મિક નિધનથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે પરિવારે દુ:ખની ઘડીમાં પણ અન્યના જીવનમાં અજવાળા કરવા અંગદાનનો નિર્ણય કર્યો છે.   સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ યુવતીને સ્કૂલમાં એક સેમિનાર હતો, એટલે તે ઘરેથી સ્કૂલ જતી હતી. સીજી રોડ પર પછી શિવરંજનીથી આસોપાલવ શો રૂમ પાસે પહોંચી હતી ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી.આ  સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કરી છે. અકસ્માતના પ્રત્યક્ષર્દશીએ જણાવ્યું કે, સિગ્નલ બંઘ થવાની તૈયારી હોવાથી  કાર ચાલકે કારને સ્પીડમાં દોડાવી હતી. મહિલાની થોડી સેકેન્ડોની ઉતાવળને કારણે એક આશાસ્પદ યુવતીની જિંદગી છીનવાઇ ગઇ.મળતી માહિતી મુજબ યુવતીના પિતા ઇન્ટીરિયર ડિઝાઇનનું કામ કરે છે અને એક પુત્ર પણ છે જેમની દસમા ધોરણની પરીક્ષા ચાલે છે.