ગાંધીનગરઃ કમોસમી વરસાદની વચ્ચે રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 14 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી પણ ઓછું નોંધાયું છે. સૌથી ઓછું તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું છે. નલીયામાં તાપમાનનો પારો ગગડીને 8.0 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગનાં પૂર્વાનુમાન પ્રમાણે, આ વખતે શિયાળો ગરમ રહેશે. શિયાળામાં સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ તાપમાન રહેશે.  ઠંડી રહેશે પરંતુ કોલ્ડ વેવની ફ્રિકવન્સી ઘટશે. સામાન્ય રીતે શિયાળો શરૂ થતાંની સાથે ઉત્તરનાં પવનો આવતા હોય છે પરંતુ આ વખતે હજુ સુધી શિયાળાની ઠંડીનો અનુભવ થતો નથી. રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થયો છે. હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના  આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં  કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. કયા  શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
શહેર  ઠંડી (ડિગ્રી) લઘુતમ તાપમાન
ભૂજ 14.0
નલિયા 8.0
કંડલા એરપોર્ટ 14.3
ભાવનગર 19.5
દ્વારકા 18.8
પોરબંદર 15.0
રાજકોટ 14.5
સુરેન્દ્રનગર 16.8
મહુવા 18.3
અમદાવાદ 19.2
ડીસા 17.0
ગાંધીનગર 17.8
  ભારતીય ક્રિકેટર મનીષ પાંડે સાથે લગ્ન કરનારી એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી કોણ છે ? જાણો વિગત અમરેલીઃ નાના ભંડારિયા પાસે કાર વૃક્ષ સાથે અથડાઈ, એક જ પરિવારના ત્રણ લોકોના મોત  ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને રાત્રે બેટિંગથી મચાવી ધમાલ, બીજા દિવસે કર્યા લગ્ન, જાણો વિગત મહારાષ્ટ્ર ભાજપના નેતાએ ટ્વિટર પરથી હટાવ્યું BJPનું નામ, શિવસેનામાં થશે સામેલ ? જાણો વિગત