નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં  ગુજરાત માટે નવમી વખત 2.27 લાખ કરડોનું બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા સંબંધોન કરતા  નીતિન પટેલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને મત આપવા માટે જનતાનો આભાર માન્યો હતો અને માહામારીના સમયમાં રાજ્ય સરકારે કરલા કાર્યો અને રાજ્ય સરકારની સિદ્ધિને વર્ણવી હતી.


આ વખતે ગુજરાત બજેટ માટે મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરાઇ છે. કોરોનાની મહામારીને કારણે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટની મહત્વપૂર્ણ બાબતો પર નજર કરીએ તો

બજેટમાં અપાયેલી મહત્વ પૂર્ણ જોગવાઇ

  • તમામ ગ્રામ પંચાયતો માટે વોટર વર્કસ માટે  વિના મૂલ્યે વીજળી આપવા માટે 734 કરોડની ફાળવણી

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની ફાળવણી કરવામાં આવી

  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂપિયા 562 કરોડની ફાળવણી

  • ગુજરાતની ઐતિહાસિક શાળાને હેરિટેજ સ્કૂલો જાહેર કરાશે.

  • ઇ-રિક્ષા માટે રિક્ષા દીઠ 40 હજારની સબસિડી આપવામાં આવશે.

  • નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટ્ટી બનાવાશે

  • નારગોલ અને ભાવનગર બંદરને 4800 કરોડના ખર્ચે વિકસાવાશે.

  • આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે

  • રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન

  • કેવડિયાની આસ-પાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

  • ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ

  •  કોરોનાના કારણે સરકારની આવકમાં 40 ટકા ઘટાડો થયો

  • ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ

  • માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ

  • અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે, રૂ.87 કરોડની જોગવાઈ