વડોદરા: ચીનમાં ખતરનાક વાયરસ HMPV હાહાકાર મચાવ્યા બાદ અન્ય દેશમાં પણ એન્ટ્રી કરી છે. ભારતમાં પણ HMPV વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. બે કેસ કર્ણાટકમાં જ્યારે એક કેસ ગુજરાતમાં સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે HMPV વાયરસ અને રાજ્ય સરકારની તૈયારીઓ તેમજ માસ્ક પહેરવા અંગે વાત કરી હતી.
છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, અમદાવાદમાં આ વાયરસનો કેસ સામે આવ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરનું બાળક છે જેમાં આ કેસ સામે આવ્યો છે. જેનો કેસ ગુજરાતના અમદાવાદમાં આવ્યો છે. હાલમાં આપણી જેટલી હોસ્પિટલ છે તેમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે. કોલ્ડ જેવી તકલીફ આ વાયરસમાં આવે છે. છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ આવે છે.
હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે ચિંતિત છે. જેમની રોગ પ્રતિ શક્તિ ઓછી છે તેમના માટે ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાશે. શાળાઓ અને ઉત્તરાયણ મામલે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. કોવિડ હોય કે કોઈ પણ મહામારી રાજ્ય સરકાર તૈયાર છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
HMPV વાયરસના લક્ષણો
કોરોના જેવા લક્ષણો દેખાય
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
સંપર્ક દ્વારા ફેલાય છે
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત