Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ  આજે રાજ્યના નવ જિલ્લામાં  વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની  હવામાન વિભાગે આગાહી કરી છે. આ વિસ્તારમાં

  ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.


ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં  વરસાદ વરસી શકે છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ  હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે.  સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.


આગામી ચાર દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. મંગળવારથી અમદાવાદમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. અત્યાર સુધીની ચોમાસાની સ્થિતિન વાત કરીઓ તો ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29.15 ટકા, તો કચ્છમાં  25.59 ટકા વરસાદ વરસ્યો છે.


અંબાલાલનું વરસાદ વિશેનું અનુમાન


ચાલુ માસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન  વ્યક્ત કર્યુ છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.. રથયાત્રાના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે.


દેશના અન્ય રાજ્યોમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે  .. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી છે.  સ્થાનિક પ્રશાસનને એલર્ટ રહેવાની સૂચના આપી છે.


ભૂસ્ખલન અને વરસાદને લીધે હિમાચલ પ્રદેશના 115 રસ્તાઓ બંધ કરી દેવાયા છે.  મંડીમાં 107 રસ્તા બંધ, તો ચંબામાં ચાર, સોલનમાં ત્રણ અને કાંગડા જિલ્લાના એક રસ્તા પર વાહન વ્યવહાર બંધ છે.


ભારે વરસાદથી હિમાચલના મંડી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. હિમાચલ રોડવેઝની કેટલીક બસો અને વાહનો અટવાયા હતા.ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. નૈનીતાલ જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. એલર્ટના પગલે જિલ્લાની તમામ સ્કૂલો  બંધ કરી દેવાઇ છે.  


રાજસ્થાનમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજસ્થાનના  સીકર શહેમાં ભારે વરસાદથી જળમગ્ન બન્યુ છે.  રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. રાજસ્થાનના અલવરમાં પણ વરસાદે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે.. વરસાદી પાણીએ બજારોમાં સામ્રાજ્ય જમાવ્યું છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓના માલસામાનને નુકસાન પહોંચ્યું છે.  


અસમમાં સતત વરસી રહ્યેલા વરસાદે મુશ્કેલી સર્જી  છે. મૂશળધાર વરસાદથી અસમના 28 જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આઠ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.અહીં  અત્યાર સુધીમાં 40 લોકોના મોત  નિપજ્યાં છે. તો 12 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે


રેવાડીમાં ભારે વરસાદ બાદ ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થઆ ન હોવાથી રસ્તાઓ પાણી પાણી થયા  છે. . બજારોમાં પાણી ભરાતા દુકાનદારોની મુશ્કેલી વધી છે.