ગાંધીનગરઃ ગુજરાત કૉંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. લાંબા સમય બાદ માંડ માંડ કૉંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા. કોગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે અમદાવાદમાં  કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યાં કોગ્રેસ તૂટવાના સમાચાર મળ્યા હતા. કોગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા.


દિલ્હીમાં કોગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં સામેલ થયા હતા. જગદીશભાઈ ઠાકોરે નેતૃત્વ સંભાળ્યાના પ્રથમ દિવસે જ કૉંગ્રેસની તૂટતા રાજીવ ગાંધી ભવનમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ તરફ કૉંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરનારા સાગર રાયકાએ કૉંગ્રેસમાં નેતૃત્વનું સંકટ હોવાનો દાવો કર્યો હતો. સાથે કૉંગ્રેસમાં મનફાવે તેવા નિર્ણય કરાય છે તેવી પણ તેમણે વાત કરી હતી.


નોંધનીય છે કે સાગર રાયકા રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તે સિવાય AICCના સભ્ય પણ રહી ચૂક્યા છે. બીજી તરફ સુખરામ રાઠવાએ કહ્યું જો સાગર રાયકા ભાજપમાં જોડાયા હોય તે દુ:ખદ કહેવાય. સાગર રાયકા ભાજપમાં કેમ જોડાયા તે સંશોધનનો વિષય છે. કોગ્રેસે સાગર રાયકાને બહુ માન આપ્યું છે. તેમણે પક્ષ છોડતા પક્ષને નુકસાન થશે.  ઉલ્લેખનીય છે કે સાગર રાયકાએ 2017માં કોગ્રેસની ઇલેક્શન કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું.


બીજી તરફ રઘુ દેસાઇએ કહ્યું હતું કે કોગ્રેસે સાગર રાયકાને ત્રણ વખત વિધાનસભાની ટિકિટ આપી છે. કોગ્રેસે સાગર રાયકાને મહત્વના હોદ્દાઓ પણ આપ્યા હતા. કોગ્રેસ સાથે માલધારી સમાજ હતો અને રહેશે. ગઇકાલે જ સાગર રાયકા સાથે અમે સ્ટેજ પર બેઠા હતા. રાતોરાત સાગર રાયકાએ કેમ કોગ્રેસ છોડી તેની માહિતી નથી.


Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા


LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત


જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ


ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?