નડિયાદઃ નડિયાદ શહેરમાં વધુ બે વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. મળતી જાણકારી અનુસાર, નડિયાદની કિડની હોસ્પિટલના બે કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ બંન્ને કર્મચારીઓ હોસ્પિટલમાં  એડમિનિસ્ટ્રેશન વિભાગમાં કામ કરે છે. 35 વર્ષીય મહિલા અને 60 વર્ષના પુરુષ કર્મચારી કોરોનાથી સંક્રમિત થતા ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.  આરોગ્ય વિભાગે નડિયાદ કિડની હોસ્પિટલના કર્મચારીઓના રેપીડ અને આર.ટી.પી.સી.આર ટેસ્ટ શરૂ કર્યા હતા. તે સિવાય આરોગ્ય વિભાગે આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો હતો.


 


રાજ્યમાં ઠંડી વધવાની આગાહી


હવામાન વિભાગે કરેલી આગાહી આગામી દિવસોમાં લોકોને ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી આવતા પહેલા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાશે ત્યારે સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે .જેને લઇને આગામી દિવસમાં ઠંડી પડશે .જો કે હાલ નલિયાનું તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે જેથી નલિયા ,ઠંડુગાર શહેર છે અને અમદાવાદમાં પણ ઠંડી પડશે.


ઠંડીને લઈને હવામાન વિભાગના વિજીન લાલે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનો ચમકારો વર્તાશે. ઉત્તરપૂર્વીય દિશામાંથી પવન આવી રહ્યા છે. સૌથી ઠંડુંગાર શહેર નલિયા છે. નલિયામાં ૧૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. જેથી કરીને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે.


રાજ્યમાં છેલ્લાં ઘણાં દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં તો વરસાદ પણ પડ્યો છે. જોકે રાજ્યમાં માવઠા બાદ હવે રાજ્યમાં ભેજને કારણે ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા


LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત


જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ


ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?