જ્યારે કેશુભાઈને લાગ્યો પ્રથમ ઝટકો
કેશુભાઈ પટેલને જીવનમાં પ્રથમ ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે તેમના સાથી નેતા શંકરસિંહ વાઘેલાએ 40 ધારાસભ્ય તોડીને તેમની સરકાર તોડી પાડી હતી. કહેવાય છે કે, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, શંકર સિંહ વાઘેલા અને કાશીરામ રાણા ગુજરાતના રાજકારણના ચાર સ્તંભ હતા. તે સમયે ગુજરાતની રાજનીતિ આ ચાર નેતાઓની આગળ પાછળ હતી. શંકરસિંહ વાઘેલાએ જ્યારે તેમની સરકાર તોડી પાડી હતી ત્યારે કેશુભાઈને મોટો આઘાત લાગ્યો હતો.
કેશભાઈની જગ્યાએ નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી ગુજરાતની સત્તા
ગુજરાતમાં 2000માં આવેલા ભૂકંપ બાદ થયેલી પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીમાં ભાજપને આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. કેશુભાઈને પદ પરથી એવું કહીને હટાવી દેવામાં આવ્યા કે, તેઓ ભૂકંપ બાદ સારુ કામ કરી શક્યા નથી. તેના બાદ પાર્ટીના હાઈકામાન્ડે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું અને નરેન્દ્ર મોદી પાર્ટીનો મહત્વનો ચહેરો બનીને ઉભરી આવ્યા.
જ્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કર્યું રેલીનું એલાન
વર્ષ 2007માં કેશુબાપાએ સુરતમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ નામ લીધા વિના નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રેલીનું પણ એલાન કરી દીધું હતું. જો કે તે રેલીમાં તેઓ પોતે પણ નહોતા ગયા. કહેવામાં આવે છે કે, નરેન્દ્ર મોદી સાથે તેમનો ઘણીવાર મતભેદ જોવા મળ્યો પણ ક્યારે મનભેદ નહોતો.
2012માં બનાવી પોતાની પાર્ટી
ભાજપમાં પોતાનું કદ ઘટતા દુખી થઈને કેશુભાઈએ 2012માં પોતાની ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ બનાવી હતી. જો કે, પ્રદેશમાં તેમની પાર્ટી કંઈ ખાસ કરી શકી નહી અને પાર્ટીએ માત્ર બે સીટ પર જીત મેળવી હતી. બાદમાં પોતાની પાર્ટી સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.
જ્યારે કહેવતને કામથી ખોટી સાબિત કરી
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની મોટી સમસ્યા હતી. તે સમયે ત્યાં એક કહેવત કહેવામાં આવતી કે, “સૌરાષ્ટ્રમાં સોડા મળે પણ પાણી નહીં” આ કહેવતનો ખોટી સાબિત કરવા માટે ચેકડેમ બનાવવાની યોજના હેઠળ જળ ક્રાંતિ લઈને આવ્યા. તેના બાદ પાણીને લઈ અનેક યોજનાઓની શરુઆત કરી હતી. તેને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે આગળ વધારી.
શિક્ષણ ક્ષેત્રે લાવ્યા મોટી ક્રાંતિ
વર્ષ 2014માં મોદી સુરત આવ્યા હતા, જ્યાં વાત્સલ્ય ધામમાં નિરાધાર બાળકોને કેશુભાઈએ દરેક ક્લાસમાં જઈને લેક્ચર આપ્યા હતા. કેશુભાઈ બાળકોને પુસ્તકથી નહીં પણ નૈતિક શિક્ષણ આપતા હતા. બાળકોને જીવન જીવવાની રીત શીખવતા હતા. તે સિવાય તેઓએ ભૂતિયા વર્ગને પણ ખતમ કર્યો. વાત્સવમાં, અનેક સ્કૂલોને સરકાર પરમિશન સાથે ફંડ આપતી હતી. જેમાં બાદમાં ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવવા લાગ્યા હતા. તેના પર મોટી કાર્યવાહી કરતા તેમણે તાત્કાલીન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલને ફ્રી હેન્ડ આપ્યા અને તેને બંધ કરાવ્યા હતા.
બે ભાગમાં વહેચાયેલા પટેલ સમાજને એક કર્યો
ગુજરાતમાં પટેલ સમાજમાં બે ભાગલા પડ્યા હતા લેઉઆ પટેલ અને એક કડવા પટેલ. કેશુભાઈએ તે સમયે સમાજને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ત્રી ભ્રૂણ હત્યા પર પણ ખૂબ કામ કર્યું. 90ના દાયકામાં તેમણે સ્ત્રી-પુરુષના ઘટેલા રેશિયો પર ઘણું કામ કર્યું. એકવાર તેઓએ એક સભામાં લગભગ 15 લાખ પાટીદાર સમાજના લોકોને સ્ત્રી ભ્રૂણ હત્યા નહીં કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
દૂર-દૂરથી સાંભળવા માટે આવતા લોકો
વાત 80ના દાયકાની છે જ્યારે અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અટવાણી સાથે કેશુભાઈ રેલીઓ કરતા હતા ત્યારે કેશુભાઈને સાંભળવા દૂર દૂરથી લોકો આવતા હતા. લોકો અમદાવાદથી મહેસાણા સુધી તેમના ભાષણ સાંભળવા પહોંચી જતાં હતા. કહેવાય છે કે, તેમના ભાષણમાં એક ધાર હતી.
ઓક્ટ્રોયને કર્યો નાબૂદ
વર્ષ 200માં વેપારીઓ સંબંધિત એક મોટી સમસ્યાનું સમાધાન કર્યું હતું. પહેલા ગુજરાતમાં એક શહેરથી બીજા શહેરમાં આવતા માલ-સામાન ઉપર એક તરફનો કર લેવાતો હતો. જેને ઓક્ટ્રોય કહેવામાં આવતો. તેમાં વેપારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. સાથે જ શહેરની બહાર લાંબો જામ પણ લાગી જતો હતો. કેશુભાઈએ ગુજરાતમાંથી ઓક્ટ્રોયને સંપૂર્ણ નાબૂદ કરી વેપારીઓને એક મોટી ભેટ આપી હતી.