પાટણ શહેરમાં આજે નોંધાયેલા કોરોનાના ચાર કેસમાં 3 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને ધારપુર આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ સાથે પાટણમાં કોરોનાના કુલ કેસનો આંકડો 148 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 535 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,737 પર પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 1639 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 18702 દર્દી સાજા થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18702 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલ 6396 એક્ટિવ કેસ છે, જેમાંથી 66 વેલ્ટીલેટર પર છે અને 6330 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,19, 414 ટેસ્ટ કરવામાં આવ્યા છે.