પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લા પાટડીમાં કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં અંદાજે ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આજે વહેલી સવારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત પછી કારમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે કારમાં બેઠેલા ચાર લોકો બળકીને ભડથું થઈ ગયા હતા.
અકસ્માત પછી ડમ્પર ચાલક ડમ્પર ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો છે. આજે વહેલી સવારે ઇકો કાર અને જીજે-33-ટી-5959 નંબરના ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
સુરેન્દ્રનગરઃ કાર અને ડમ્પર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, અકસ્માત પછી કારમાં ફાટી નીકળી આગ, 4 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 10:30 AM (IST)
આજે વહેલી સવારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત પછી કારમાં આગ ફાટી નીકળી હતી. જેને કારણે કારમાં બેઠેલા ચાર લોકો બળકીને ભડથું થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -