સુરેન્દ્રનગર: રાજ્યમાં લગ્નના નામે છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યા છે. યુવકો સાથે લાખોની ઠગાઈ કરી યુવતીઓ ફરાર થઈ જાય છે. હવે આવી જ ઠગાઈની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને પાટણ જિલ્લામાં. સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ અહીં લીમડીનો યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ બન્યો છે. યુવક પાસેથી 2.50 લાખ પડાવી લીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર કિસ્સાનો વીડિયો પણ સામે આવ્યો છે. પૈસા લીધા બાદ 21 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. માનતા પુરી કરવાના બહાને પરત ગયા બાદ મહિલાઓ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. ત્યાર બાદ યુવકને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે.



 


હવે આવી જ બીજી ઘટના પાટણના રાધનપુરમાં સામે આવી છે. અહીં મહારાષ્ટ્રના દલાલે યુવક પાસેથી લગ્ન માટે 1.80 લાખ રૂપિયા લીધા હતા. લગ્ન બાદ યુવક પત્નીને લઇ રાધનપુર આવ્યો. લગ્નની પહેલી રાત્રીએ જ લૂંટરી દુલ્હને યુવકને ચા માં ઘેનની દવા આપી ફરાર થઈ ગઈ હતી. ઘરમાં રહેલ રૂપિયા 25 હજાર સહીત યુવકનો મોબાઈલ લઈને પત્ની ફરાર થઈ ગઈ હતી. યુવક  ભાનમાં આવતા સમગ્ર ઘટના સામે આવી છે. 


પ્રેમિકાના લગ્ન અટકાવવા માંગતો હતો એક તરફી પ્રેમમાં પાગલ આશિક


Crime News: ગાઝિયાબાદમાં એક વિધવાના બીજા લગ્નના દિવસે જ પોતાની જાતને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ આશિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીના આ કૃત્યના કારણે મહિલાના લગ્ન પણ તૂટી ગયા હતા. આરોપી પહેલાથી જ પરિણીત છે.
નંદગ્રામ પોલીસ સ્ટેશનના એસએચઓ અમિત કુમાર કાકરાને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ટીકમગઢના રહેવાસી સંજય સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય તેની પત્ની અને પુત્ર સાથે નંદગ્રામમાં રહે છે અને રાજનગર એક્સ્ટેંશનની એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.


બુધવારે તે એક મહિલાના ઘરે પહોંચ્યો હતો અને પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પોતાના પર રેડ્યું હતું અને આગ લગાવી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સંજય મૂળ મધ્યપ્રદેશની વિધવા મહિલા સાથે એકતરફી પ્રેમમાં છે. પતિના મોત બાદ મહિલા આવીને નંદગ્રામમાં રહેતા પોતાના પરિવારના સભ્યો સાથે રહેવા લાગી હતી. બુધવારે મહિલા નૂરનગર સિહાનીના એક યુવક સાથે તેના પરિવારના સભ્યોની મરજીથી બીજીવાર લગ્ન કરવા જઈ રહી હતી. આ વાતની જાણ સંજયને થતાં તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અને તેના પરિવારે સંજય સાથે લગ્ન કરવાની ના પાડી તો તેણે પોતાના પર પેટ્રોલ રેડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.