સુરતના પાસોદરાની  દીકરી ગ્રીષ્માની આજે ગમગીનીભર્યા માહોલમાં અંતિમ યાત્રા નીકળી. પિતા આફ્રિકા હોવાથી તેમના આવ્યા બાદ દીકરીને દર્દનાક અંતિમ વિદાય અપાઇ.


સુરતના પાસોદરાની  દીકરી ગ્રીષ્માની આજે ગમગીનીભર્યા માહોલમાં અંતિમ યાત્રા નીકળી. પિતા આફ્રિકા હોવાથી તેમના આવ્યા બાદ દીકરીને દર્દનાક અંતિમ વિદાય અપાઇ.  દીકરીના પિતા આફ્રિકા હોવાથી આ ઘટનાની જાણ ન હતી કરાઇ. પિતાને દીકરાનો અકસ્માત થયો હોવાના સમાચાર અપાયા હતા. પિતા દીકરીનો છેલ્લીવાર ચહેરો જોઇ શકે માટે 2 દિવસ સુધી તેની રાહ જોવાઇ અને આજે ગમગીની ભર્યા માહોલ વચ્ચે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. તેમની અંતિમ વિદાય ગુજરાત આખું જાણે હચમચી ઉઠ્યું છે. એક બાજુ દીકરી અને તેના પરિવાર પ્રત્યે સંવેદન છે પરંતુ આ ઘટનાથી લોકોમાં આક્રોશ પણ છે.


શું છે સમગ્ર ઘટના


સુરતમાં ફેનિલ ગોયાણી નામનો યુવક એકતરફી પ્રેમમાં પાગલ હતો, તે ગ્રીષ્માની સાથે જબરદસ્તી રિલેશનશિપ ઇચ્છતો હતો. આ યુવકે કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીએ એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્માની ગળું કાપી નિર્મમ હત્યા કરી દીધી હતી.  ફેનિલ ગોયાણી નામનો યુવક....જે એક તરફી પ્રેમમાં પાગલ હતો..પહેલાં તો ફેનિલ પહોંચી ગયો ગ્રીષ્માના ઘરે... જ્યાં ખૂબ હંગામો મચાવ્યો..આ સમયે ગ્રીષ્માના મોટા પપ્પાએ ઠપકો આપતાં..તેને  ગ્રીષ્માને બંધક બનાવી જાહેરમાં જ તેની હત્યા કરી દીધી. બહેનને બચાવવા જતાં ફેનિલે ગ્રીષ્માના ભાઈ પર પણ ચાકૂથી હુમલો કર્યો.. ગ્રીષ્માની ઘાતકી હત્યા કર્યા બાદ ફેનિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.....યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે...લોકોમાં પણ ભારે રોષ છે. આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.


ભાજપના નેતા સરસ્વતીના વાઘી ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી.   અલ્પેશ ઠાકોરે સુરતમાં યુવતી હત્યાના હુમલાને વખોડી હતી. આ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતા અલ્પેશ ઠાકોર કહ્. કે, અમે એકવાર મને પણ એવું થયું કે આ ને જાહેરાત હુંમારી રિવોલ્વર થી ગોળી મારી દઉં.


કોરોનાનો કહેર ઓછો થતાં ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ


કોરોનાનો કહેર ઓછો થતાં ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે પણ સ્કૂલો ફરીથી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ધોરણ 8 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલ્યા પછી હવે રાજ્ય સરકારે બુધવારથી પણ પ્રાથમિક શાળાઓ ફરીથી જાહેરાત કરી છે.


પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે કોરોનાના નિયંત્રણોને 15 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સાથે રાત્રિના કર્ફ્યુનો સમયગાળો રાત્રે 12 કલાકથી સવારના 5 વાગ્યા સુધી અને પ્રાથમિક શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશ અનુસાર પ્રાથમિક શિક્ષણ વિભાગ આ અંગે નવી સૂચના જારી કરશે અને તે સૂચના અનુસાર પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. કોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ બંધ છે અને દેશમાં શાળાઓ ખુલ્યા બાદ બંગાળમાં પણ પ્રાથમિક શાળાઓ ખોલવાની માંગ કરવામાં આવી હતી.