કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લામાં આર્યુવેદિક ડોક્ટરે નિસંતા પરિણીતાને સંતાન માટેની વિધિ કરવાના બહાને નિર્વસ્ત્ર કરીને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કોડીનારમાં આયુર્વેદિક ડોક્ટરે નિદાન કરવાને બદલે વિધિના નામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવી છે.
કોડીનારના હરિ સોલંકી નામના વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પરિણીતાને સંતાન નહીં થતું હોઈ સાસુની સલાહથી આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈને ફસાઈ. તાંત્રિક વિધીના બહાને લફંગાને પણ શરમાવે તેવું કૃત્ય વૈદ્યે કર્યું હતું. આ અંગેની વિગતો એવી છે કે, વૈદ્યે પરણીતાને કહ્યું કે, તમને કોઈકે ટુચકો કર્યો છે એટલે બાળક થતું નથી. આમ કહીને વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું.
પોલીસ ફરિયાદ પ્રમાણે, કોડીનાર પંથકની પરણિતાના લગ્નના ત્રણ વર્ષ સુધી બાળક ન થતા અનેક ડાક્ટરને બતાવ્યું હતું. જોકે, કોઈ પરિણામ ન આવતા તેના સાસુએ કોડીનારમાં આયુર્વેદિક ડોકટર હરીભાઈ સોલંકીને ત્યાં નિદાન કરવાની સલાહ આપી હતી. આથી થોડા દિવસ પહેલા યુવતી તેની સાસુ સાથે ડોક્ટર હરીભાઈ સોલંકી પાસે ઘઈ હતી. જ્યાં તેમને તપાસીને ૧૦ દિવસની દવા આપી હતી.
દવા પુરી થતા ફરી ડોક્ટર પાસે નિદાન માટે જતા ફરી તપાસી કોઈએ ટુચકો કર્યો હોવાથી બાળક ન થતું હોવાનું કહ્યું હતું. તેમજ તેમણે તાંત્રિક વિધિ કરવાનું કહીને ૮ દિવસ પછી પાનેતર, લીંબુ, બીજી વસ્તુ લઇને આવવા કહ્યું હતું. તેમજ સમસ્યાનું નિવારણ કરવાની બાંહેધરી આપી હતી. આથી પરણિતા અને તેની સાસુ ગઈ કાલે બપોરે બધી વસ્તુઓ લઈને ડોક્ટર પાસે ગયા હતા.
આ સમયે ડોક્ટટરે યુવતીની સાસુને બહાર બેસાડ્યા હતા તેમજ યુવતીને રૂમમાં લઈ જઈ વિધિ કરવાનું કહીને કપડા કાઢીને પાનેતર પહેરી લેવા કહ્યું હતું. આથી યુવતીએ કપડાં કાઢી પાનેતર પહેરી લીધું હતું. આ પછી ડોક્ટરે યુવતીની કમરે દોરી બાંધીને કોઈ વિધિ કરી હતી તેમજ યુવતીને કાગળના પડીકા આપીને નદીમાં પધરાવી દેવાનું કહ્યું હતું.
આ પછી ડોક્ટરે યુવતીના કપડા કાઢીને પોતે પણ નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને મરજી વિરુદ્ધ પરાણે શરીરસુખ માણ્યું હતું. જોકે, યુવતીએ દવાખાને જ પરિવારજનોને ફોન કરી બોલાવતાં હોબાળો મચી ગયો હતો. આ પછી યુવતીના પરિવારજનો ડોક્ટરને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.