ગોધરાઃ મંગળવારે NIA એ ગોધરામાંથી પાકિસ્તાનના જાસૂસને પકડી પાડ્યો હતો. 37 વર્ષીય પાકિસ્તાની જાસૂસ ગોધરામાં પાલન બજાર વિસ્તારમાં રિક્ષાચાલક તરીકે કામ કરતો હતો અને તેનું નામ ઈમરાન ગિતેલી છે. એનઆઈએની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે, પાકિસ્તાનના જાસૂસો ભારતીય નૌકાદળની ગુપ્ત માહિતી આઈએસઆઈને પહોંચાડતો હતો અને આ કામગીરી બદલ ગોધરાનો ઈમરાન ગિતેલી નાણા ચૂકવતો હતો. તે ઘણી વખત પાકિસ્તાનની મુલાકાત પણ લઈ આવ્યો હતો.
ડિસેમ્બર 2019માં એનઆઈએ નૌસેના 7 કર્મચારીની ધરપકડ કરી હતી. જેમાંથી 3 વિશાખાપટ્ટનમ સ્થિત પૂર્વી નેવી કમાન, 3 મુંબઈ સ્થિત પશ્ચિમ નવલ કમાન અને એક કર્ણાટકના સામેલ હતા. આ મામલે મે મહિનામાં એનઆઈએ મુંબઈથી મોહમ્દ હારુન હાઝી અબ્દુલ રહમાન લાકડાવાલની પણ ધરપકડ કરી હતી. તે પણ બિઝનેસના બહાને પાકિસ્તાનની ટ્રીપ કરતો હતો.
તે ભારતીય નૌકાદળના મુંબઈ, કર્ણાટક, વિશાખાપટ્ટનમ જેવા બેઝ કેમ્પની સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલતો હતો. કેસમાં થયેલા ખુલાસા મુજબ, ભારતીય નેવીના 11થી વધુ જવાનો મહત્વની અને સંવેદનશીલ માહિતી આઈએસઆઈને મોકલતા હતા. ફેસબુક, વોટ્સએપથી આ માહિતી આઈએસઆઈ સુધી પહોંચતી હતી.

ગોધરાના પાલન બજારમાં રહેતો ઈમરાન ગિતેલીને પકડવા એનઆઈએની ટીમે વોચ ગોઠવી હતી. એનઆઈએના અધિકારીઓના કહેવા પ્રમાણે તે આઈએસઆઈનો એજન્ટ હતો અને આઈએસઆઈ વતી તમામ આર્થિક લેવડદેવડ કરતો હતો. જાસૂસી કાંડમાં આરોપીને નાણાકીય મદદ તે પૂરી પાડતો હતો. આરોપીઓના બેંક એકાઉન્ટને આધારે તપાસની દિશા ગોધરા સુધી લંબાઈ હતી.

તેના બેંક ખાતામાંથી ઘણા ટ્રાન્ઝેક્શન વિશાખાપટ્ટનમના આરોપીઓના બેંક એકાઉન્ટમાં થયા હતા. તેણે મોટી રકમ જાસૂસીકાંડના આરોપીઓના ખાતામાં જમા કરી રહતી.

Corona Update: દેશમાં સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર, 11 દિવસમાં જ નોંધાયા નવા 10 લાખ કેસ

Corona Vaccine Update: સીરમ ઈન્સ્ટિટ્યૂટને ફરીથી રસીનું પરીક્ષણ શરૂ કરવા મળી મંજૂરી, જાણો વિગત