નવી દિલ્હીઃ ડીજીસીઆઈના ડો. વીજી સોમાણી દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડની કોવિડ-19 રસીના ઉમેદવારો પર ક્લિનિક્લ ટ્રાયલ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. ડીજીસીઆઈએ બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે કોઈપણ ઉમેદવારને પસંદ કરવાનો આદેશ પહેલા રદ્દ કરી દીધો હતો.

11 સપ્ટેમ્બરે ડીજીસીઆઈએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કોવિડ-19ની સંભવિત રસી માટે ચાલી રહેલા પરીક્ષણ પર રોક લગાવી હતી. દવા કંપની એસ્ટ્રાજેનેકાના રિસર્ચમાં સામેલ થયેલા એક વ્યક્તિમાં આડઅસર જોવા મળ્યા બાદ અન્ય દેશોએ પરીક્ષણ અટકાવી દીધું હતું.



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 82,066 પર પહોંચ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ભારતમાં રોજના સરેરાશ 90 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.