ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે રાજકોટમાં રવિવાર અને સોમવારે કરા સાથે વરસાદની આગાહી કરી છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ખુલ્લામાં પડેલો પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં વરસાદ વરસ્યો હતો. દાંતા તાલુકાના મંડાલી, સનાલી, જસવંતપુરા, વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પવન સાથે અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો
Delhi Corona Cases Today:દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1656 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોના સંક્રમણથી કોઈનું મોત નથી થયું. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 1306 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
એક્ટીવ કેસની સંખ્યા
તે જ સમયે, હવે રાજધાનીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 6096 થઈ ગઈ છે. આ સિવાય હવે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 5.39 ટકા થઈ ગયો છે. આજે, 4 ફેબ્રુઆરી પછી, કોરોનાના સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે.
30 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં 30,709 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 1656 નવા કોરોના કેસ નોંધાયા હતા. 4 ફેબ્રુઆરી પછી સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે. 4 ફેબ્રુઆરીએ કોવિડ-19ના 2272 સક્રિય દર્દીઓ હતા.
આ અઠવાડિયે આટલા કેસ નોંધાયા
ગુરુવારે દિલ્હીમાં 1365 કેસ નોંધાયા હતા. બીજી તરફ, બુધવારે કોરોના વાયરસના ચેપના 1354 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું. મંગળવારે દિલ્હીમાં કોવિડ-19ના 1414 કેસ નોંધાયા હતા અને ચેપ દર 5.97 ટકા નોંધાયો હતો. 23,694 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સોમવારે દિલ્હીમાં 1076 કેસ નોંધાયા હતા. રવિવારે 1485, શનિવારે 1520 અને શુક્રવારે 1607 કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં કોરોનાના વધતા કોરોના કેસ ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં કોરના કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને લઇને દિલ્હીના ડોક્ટરોનું કહેવું છે કે, આવનારા સમયમાં દિલ્હીમાં કોરોના પિક પર હશે. જો કે, દિલ્હીમાં છેલ્લા બે અઠવાડીયામાં દરરોજના 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.