સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં હરિપર ગામ પાસે આવેલ પુલ પર ટેંકરમાં આગ લાગવાની ઘટના બની હતી. પુલ પર સામ-સામે ટેન્કર આવી જતા અકસ્માત થયો હતો. બાદમાં ટેંકરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે. બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ છ વાહનોમાં આગ લાગી હતી. ટેન્કરમાં જ્વલંતશલ પ્રવાહી હોવાથી આગ લાગી હોવાની આશંકા છે. સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવે પર છથી વધુ વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જેના કારણે અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ટેન્કરમાં કોઈ જ્વંલનશીલ પ્રદાર્થ હોવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. અન્ય ચારથી પાંચ વાહનમાં આગ પ્રસરી હોવાની ચર્ચાઓ છે. જો કે આગ લાગતા જ ધ્રાંગધ્રા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે આગ વધુ હોવાથી સુરેન્દ્રનગર ફાયરની ટીમની પણ મદદ લેવાની જરૂર પડી હતી.
IAS અધિકારીના ઘરે EDની રેડ, કરોડો રૂપિયા ગણવા માટે મશીન મંગાવવા પડયા
Jharkhand : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના ખુંટી જિલ્લામાં દરોડા પાડ્યા હતા. મનરેગા ફંડમાં રૂ.18 કરોડથી વધુની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં ઝારખંડના ખાણ સચિવના પરિસર સહિત અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાંચીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પરિસરમાંથી ઓછામાં ઓછા 17 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. શહેરના અન્ય પરિસરમાંથી આશરે રૂ.1.8 કરોડની રોકડ રિકવર કરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ મામલો 2008થી 2011નો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં 18 જગ્યાઓ પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અને ઝારખંડ સરકારના ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના સચિવ પૂજા સિંઘલના ઘરમાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત
kim Sharma-Leander Paes: લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા ?