ગાંધીનગરઃ ગુજરાતના યુવાનો લંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે તે 3300 વિદ્યા સહાયકોની નવી ભરતી અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારની સ્કૂલોમાં 3300 વિદ્યા સહાયકોની નવી ભરતી માટે 26 જાન્યુઆરીએ રાજ્ય સરકાર રાજ્યનાં ટોચનાં અખબારોમાં જાહેરખબર આપશે.


રાજ્ય સરકારની સ્કૂલોમાં છેલ્લે 2019માં  વિદ્યા સહાયકોની  કરાઈ હતી. વિદ્યા સહાયકોની ભરતીને 25 ફેબ્રુઆરીએ 3 વર્ષ પૂર્ણ થશે. એ પહેલાં રાજ્ય સરકાર નવી ભરતીની પ્રક્રિયા શરૂ કરસે અને તેમાં નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ લાભ મળી શકે છે.


થોડા સમય પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં ગુજરાત સરકાર કુલ 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે.  શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકારની સ્કૂલોમાં  ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતીનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે.


શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. તેને અનુલક્ષીને આ નિર્ણય લેવાયો છે. વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે તેને સંલગ્ન જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ધોરણ 1થી 5 માટે 1300 વિદ્યાસહાયક અને ધોરણ 6થી 8 માટે 2000 વિદ્યા સહાયક મળીને કુલ 3300 વિદ્યા સહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે.


દરમિયાનમાં વિદ્યા સહાયક બનવા ઇચ્છુક ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરી છે. ટેટ 2 ટેસ્ટ માટે 2017 થી રાહ જોતા ઉમેદવારો દ્વારા અરજીમાં માંગણી કરાઈ છે કે, 1 લાખથી પણ વધુ ઉમેદવારો માટે ટેટ 2 પરિક્ષા લેવાય તે માટે મહેનત કરી રહ્યા છે. 2018 માં બી.એડ. પૂર્ણ કરી ચૂકેલા શિક્ષિત બેરોજગાર યુવાનો પરીક્ષા ન લેવાતી હોવાથી સરકારી નોકરીથી વંચિત છે તેથી તેમને તક મળવી જોઈએ.


Education Loan Information:

Calculate Education Loan EMI